અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં ૧૫ ઓગસ્ટના રોજ ૭૫૦૦ ગામડાઓમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંતર્ગત મોરબી જીલ્લામાં ૯૨ સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતાં.
દેશની આઝાદીને ૭૪ વર્ષ પૂર્ણ થઇ ૭૫ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે દેશ આઝાદ થયાને ૭૫ વર્ષના અવસરે ગામડે ગામડે યુવાનો, વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોમાં પણ દેશ ભક્તિની ભાવના અમર રહે અને એક ઉત્સાહ અને તહેવારનો માહોલ બને તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેશભરમાં આ અભિયાન હાથ ધરવામાં આવ્યું તે પૈકી વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા આશરે ૭,૫૦૦ જેટલા ગામડાઓમાં ધ્વજવંદનનાં કાર્યક્રમ કરવામાં આવ્યા એ પૈકી મોરબી જીલ્લાના આશરે ૮૮ જેટલા ગામોમાં અને ૪ જેટલી શહેરની સેવા વસ્તીઓમા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી પરીષદના કાર્યકર્તાઓ અને સામાન્ય નાગરીકો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ મંત્રી, હિમાલયસિંહ ઝાલાએ અભિયાન વિષે વધુ માહિતી આપતા જણાવ્યું કે, “અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રનું એક માત્ર એવું વિદ્યાર્થી સંગઠન છે જે રાષ્ટ્રહિત ને સર્વોપરી રાખી કાર્ય કરી રહ્યું છે, ત્યારે આ દેશ ભક્તની ભાવના દેશના જન જન માં ઉપસ્થિત છે તેને બહાર કાઢવા અભાવિપ દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન માં અમે આશરે ૩૦,૦૦૦ વિદ્યાર્થીઓને જોડ્યા છે. અને આગામી સમયમાં પણ વિદ્યાર્થીહિત થી રાષ્ટ્રહિતની ભાવના સાથે કાર્યરત રહેશું.”