મોરબી માં ઠંડી નું જોર ઘટતા ધુમ્મસ વધતી જઈ રહી છે રાજ્ય ભરમાં આજે અક્સ્માત નાં બનાવોમાં વધારો છે : મોરબીના હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસ થી વધુ વાહનો એક બીજા સાથે અથવા ડીવાઈડર સાથે અથડાયા હતા : ટ્રાફિક જામ થતાં પોલીસ દ્વારા કલિયર કરાવવા કવાયત શરૂ :. મોરબી એસપી એ ઘટનાની માહિતી મેળવી
મોરબી નાં હળવદ માળીયા હાઇવે પર અણીયાળી નજીક આજે પરોઢિયે ગાઢ ધુમ્મસ નાં કારણે અક્સ્માત ની હાર માળા સર્જાઈ હતી અને ટ્રક,કાર,ટ્રાવેલ્સ મળી કુલ ત્રીસ જેટલા વાહનો એક બીજા સાથે અથવા તો ડીવાઈડર સાથે અથડાય અને અક્સ્માત નો ભોગ બન્યા છે જો કે આ અકસ્માત નું મુખ્ય કારણ ધુમ્મસ માનવામાં આવી રહ્યું છે હાલ સુધી કોઈના મોતની માહિતી સામે નથી આવી પરંતુ ઘટના ને લીધે મુખ્ય ધોરીમાર્ગ ગણાતો કચ્છ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટના ની જાણ મોરબી એસપી રાહુલ ત્રિપાઠીને કરવામાં આવતા તેઓએ જાતે ઘટનાની ઝીણવપૂર્વક ની માહિતી મેળવી આં ટ્રાફિક કલીયર કરાવવા મોરબી ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો કામે લાગી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આજે ધુમ્મસ નું વાતાવરણ રહ્યું હતું છેલ્લા બેદિવસ થી આં ધુમ્મસના લીધે અક્સ્માત માં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ત્યારે મોરબી નજીક હળવદ માળીયા હાઇવે પર એક સાથે ત્રીસ વાહનોને અક્સ્માત સર્જતા અચરજ સર્જાયું હતું.હાલ માળીયા મી.પોલીસે બનાવની નોંધ કરી આગળની ઉંડાણપૂર્વકની કાર્યવાહી હાથ ધરી છે.