Friday, December 27, 2024
HomeGujaratમોરબીના રફાળીયા ગામની ચોકડી નજીક રિક્ષામાંથી દારૂ ઝડપાયો

મોરબીના રફાળીયા ગામની ચોકડી નજીક રિક્ષામાંથી દારૂ ઝડપાયો

મોરબી તાલુકાના રફાળીયા ગામની ચોકડી પાસે સીએનજી રીક્ષામાંથી 4 બોટલ દારૂ સાથે બે ઇસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે રફાળીયા ગામની ચોકડી નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી સીએનજી રીક્ષા રજી નં. GJ-36-U-6203ને અટકાવી તેની તલાશી લેતા રીક્ષામાંથી મેકડોવેલ્સ નંબર-૧ સુપીરીયર વ્હીસ્કી ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કિં.રૂ.૨૦૦ તથા રોયલ ચેલેન્જ સિલેક્ટ પ્રિમીયમ વિસ્કી દારૂની બોટલ નગ-૦૨ કિ.રૂ.૨૦૦નો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે દારૂની બોટલ કબ્જે કરી આરોપી જીતેશભાઇ ચંદુભાઇ હળવદીયા (રહે.જુના સાદુળકા ગામ તા.જી.મોરબી) અને સલમાનભાઇ દાઉદભાઇ દાવલીયા (રહે. મકરાણીવાસ મોરબી)ને ઝડપી લીધા હતા.પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહી એકટ કલમ-૬૫(એ)(એ), ૧૧૬(બી),૮૧,૯૮(૨) મુજબ ગુન્હો નોંધી તપાસ આગળ ધપાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!