Friday, March 29, 2024
HomeGujaratમોરબીમાં અઠવાડીયા અગાઉની બોલાચાલીનું વેર વાળવા કારમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને ધોકાવ્યો

મોરબીમાં અઠવાડીયા અગાઉની બોલાચાલીનું વેર વાળવા કારમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને ધોકાવ્યો

મોરબીના ગેડા સર્કલ નજીક એક્ટીવ ધીમી ચલાવવા બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી કારમાં આવેલા ચાર શખ્સોએ યુવાનને લાકડી વડે માર માર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના રામક્રુષનગર બલોક નં-બી-1માં રહેતા ભરતભાઈ દિનેશભાઈ કઝારીયાને હિતેંન્દ્રસિહ ઉર્ફે હિતુભા સુખદેવસિહ જાડેજા, હિતુભા નો ભાઈ તથા બે અજાણ્યા માણસો સાથે અઠવાડિયા પહેલા એકટીવા ધીમુ ચલાવવા બાબતે બોલાચાલી થયેલી જેનું વેર વાળવા ચારેય આરોપીઓએ મોરબીના કુળદેવી પાન વચ્ચે આવેલ બહુચર સીઝન સેંન્ટર નામની દુકાન પાસે આવી ભરતભાઇ પર લાકડી વડે હુમલો કર્યો હતો. જેને લઈને ભરતભાઈને ફેંકચર સહિતની ઇજા થઇ હતી.ઝપાઝપી કરી મારતા સાહેદ કિજલબેન, હિનાબેન તથા દિનેશભાઈ વચ્ચે પડતા ચારેય આરોપીઓને તેને પણ માર માર્યો હતો. આ બનાવને પગલે ભરતભાઈ કઝારીયા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!