માળીયા – મોરબી હાઇવે રોડ પર આવેલ મોરબી તાલુકાના ભરતનગર ગામ નજીક રામદેવ વે – બ્રિજ પાસે પસાર થતા ટ્રેઇલરને અટકાવી તલાશી લેતા ટુંલબોક્ષના ચોરખાનામાંથી રૂપિયા ૨,૮૬ લાખનો ઇગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેને પગલે મોરબી તાલુકા પોલીસે એક શખ્સની અટકાયત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર રાજેસ્થાનથી દારૂનો જથ્થો ભરી આવેલ ટાટા ટેઇલર રજી.નં RJ – 19 – GD – 5864 મોરબી તાલુકાના ભરતનગર ગામ સામે વે-બ્રિજ પાસે ઉભું હોવાની મોરબી તાલુકા પોલીસને કાને વાત પડતા પોલીસે દરોડો પડ્યો હતો આ દરમિયાન ટેઇલરને પકડી પાડી ચેક કરતા ટેઇલરના પાછળના ભાગે બનાવેલ ચોર ખાનામાં તથા બંને સાઇડના ટુલબોક્ષમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડની નાની – મોટી ઇગ્લીશ દારૂની કાચની ૪૪૪ બોટલ તથા બીયરના ૨૮૮ ટીન કિં.રૂ .૨,૮૬,૨૬૦ નો જથ્થો ઝડપાયો હતો જેને પગલે પોલીસે ટાટા કંપનીનુ ટ્રેઇલર રજી.ન . RJ – 19 – GD – 5864 કિં.રૂ .૧૦,૦૦,૦૦૦ મળી ફૂલ કિં.રૂ .૧૨,૮૬,૨૬૦ નો મુદ્દામાલ સાથે આરોપી રામચંદ્ર દલારામ વૈષ્ણવ (ઉ.વ.૨૯ , રહે . લાખોણી ગોદારોન કી ઢાણી , નિમ્બલકોટ , તા.સિણધરી , જી.બાડમેર , રાજસ્થાન) ને પકડી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.