Friday, April 26, 2024
HomeGujaratમોરબીના જાંબુડિયા ગામે સીરામીકના ગોડાઉનમાથી 4 લાખના મુદામાલની ચોરી

મોરબીના જાંબુડિયા ગામે સીરામીકના ગોડાઉનમાથી 4 લાખના મુદામાલની ચોરી

મોરબી જિલ્લામાં તસ્કરો બેફામ ચોરી અને લૂંટના ગુનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે ફરી એક વાર મોરબી તાલુકાના જાબુડીયા ગામની સીમમાં આવેલ કોમેટ સીરામીકની અંદર આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનમા શુક્રવારની રાતે તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

સીરામીકના ગોડાઉનમા અજાણ્યા શખ્સોએ ગેર કાયદેસર પ્રવેશ કરી સ્લેબ ટાઇલ્સનો પ્રીમીયમ તથા એસ.ટી.ડી માલની 800 x 2400 mm માપના સ્લેબ ટાઇલ્સના પીસ નંગ-૪૭૬ જે એક પીસની કિમત રૂપિયા ૯૭૫ લેખે સ્લેબ ટાઇલ્સના પીસ નંગ ૪૭૬ ની કુલ કિમત રૂપિયા ૪ લાખ ૬૪ હાજર મુદામાલાની ચોરી કરી નાસી છૂટયા હતા.

મોરબીના બસ સ્ટેશન સામે છોટે સરદાર પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ અશોક કૈલાએ પોતાના કોમેટ સીરામીકની અંદર આવેલ એવિયાના સીરામીકના ગોડાઉનમા ચોરી થઈ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. વી.એલ.પટેલ અને ASP અતુલ કુમાર બંસલ દ્વારા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!