કોંગ્રેસે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેના ભાગરૂપે ગઈકાલે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી ગુજરાત સહીત ચાર રાજ્યોના રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠનના રાજ્ય અધ્યક્ષોની નિમણૂક કરી છે. જે અંગે કે-સી.વેણુગોપાલ દ્વારા પરિપત્ર બહાર પાડી માહિતી આપવામાં આવબી હતી.
પરિપત્રમાં જણાવ્યા અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા દેશના ચાર રાજ્યોના RGPRS (રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન)ના રાજ્ય અધ્યક્ષોની નિમણૂકના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી છે. જેમાં ગુજરાતના અધ્યક્ષ તરીકે કાંતિલાલ બાવરવા પર પસંદગી ઉતારવામાં આવી છે. જયારે ઝારખંડના અધ્યક્ષ તરીકે સુનીત શર્મા, ઉત્તરાખંડના અધ્યક્ષ તરીકે લલિત ફરસ્વાન, મુંબઈના અધ્યક્ષ તરીકે શીતલ મ્હાત્રે તથા આંધ્ર પ્રદેશના અધ્યક્ષ તરીકે રાજીવ રતનની નિમણુંક કરવામાં આવી છે.