Friday, July 31, 2026
HomeGujaratમોરબીમાં મનોજ પનારા સામે સર્વ સમાજની રેલી, સામાજિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે...

મોરબીમાં મનોજ પનારા સામે સર્વ સમાજની રેલી, સામાજિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે કડક કાર્યવાહીની માંગ

જીલ્લા કલેક્ટર અને એસપીને આવેદનપત્ર પાઠવાયું: બીએનએસ કલમ ૧૯૬ હેઠળ કાર્યવાહી અને તાત્કાલિક ધરપકડની માંગ ઉઠી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન તથા કોંગ્રેસના મનોજ પનારા સામે સામાજિક વૈમનસ્ય ફેલાવવાના આક્ષેપ સાથે સર્વ સમાજના આગેવાનો દ્વારા રેલી યોજી જીલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

મોરબીમાં વિવિધ સમાજના આગેવાનોના નેજા હેઠળ રેલી યોજી જીલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રજૂઆતમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન અને કોંગ્રેસ સાથે સંકળાયેલા મનોજ પનારા પર વિવિધ સમાજો વચ્ચે વર્ગવિગ્રહ અને સામાજિક વૈમનસ્ય ફેલાય તેવા ભાષણો કરવા, યુવાનોને ઉશ્કેરવાના તેમજ વારંવાર કાયદો હાથમાં લઈ ગુનાહિત પ્રવૃત્તિ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આવેદનમાં બીએનએસની કલમ ૧૯૬ હેઠળ કડક કાર્યવાહી કરવાની તેમજ મનોજ પનારા સહિત સાત શખ્સોએ રાજપર ગામે યુવકના ઘરમાં ઘુસી છરી, ઢીકાપાટુ સહિત હુમલો કરવાના ગુણ હેઠળ નોંધાયેલી ફરિયાદના આધારે તાત્કાલિક મનોજ પનારાની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી હતી.

રેલી દરમિયાન આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટીના સભ્ય રામભાઈ ગોજીયાએ જણાવ્યું હતું કે મનોજ પનારા સામે ગુનો નોંધાયા બાદ પણ હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. મનોજ પનારા સામે એફઆઈઆર નોંધાયા બાદ પણ હજુ સોશિયલ મીડિયા મારફતે રિવોલ્વર માંગી રહ્યા હોય તેવા વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે અને આ સાથે મનોજ પનારા વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહીની માંગ કરાઈ છે. જ્યારે સરદાર સેનાના નિલેશ એરવાડિયાએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સમાજો વચ્ચે વર્ષોથી સુમેળ અને ભાઈચારો રહ્યો છે. જીલ્લામાં શાંતિ, એકતા અને સામાજિક સૌહાર્દ જળવાઈ રહે તે માટે આ આવેદન આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!