Friday, July 31, 2026
HomeGujaratટંકારામાં ઇંગ્લિશ દારૂ કેસમાં ત્રણ મહિનાથી ફરાર આરોપી પોલીસના હાથે ઝડપાયો

ટંકારામાં ઇંગ્લિશ દારૂ કેસમાં ત્રણ મહિનાથી ફરાર આરોપી પોલીસના હાથે ઝડપાયો

ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપીને ટંકારા પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા પોલીસ સ્ટેશનના પીઆઈની સૂચના મુજબ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પીએસઆઇ જે.કે. રાણા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલી બાતમીના આધારે ટંકારા તાલુકાના નેકનામ-પડધરી રોડ પરથી અગાઉ બંધ બોડીની ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી રતાભાઈ ખોડાભાઈ રાતડીયા ઉવ.૩૪ રહે. રામાપીર ચોકડી રૈયાધાર સ્લમ ક્વાર્ટર રાજકોટ મૂળ વતન સામપર (માધાપર) તા. જોડીયા જી. જામનગર વાળાને ઝડપી પાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ જ ગુનામાં અગાઉ કુલ ૧૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ ટંકારા પોલીસે આરોપીની અટકાયત કરી રિમાન્ડ મેળવવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!