મોરબી જિલ્લો જાહેર થયા બાદ જિલ્લાનાં મતદારો રાજકોટ, કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર ચાર લોકસભા બેઠક માટે મતદાન કરે છે. જો કે સૌથી અગત્યની લોકસભા બેઠક રાજકોટ અને કચ્છ આવે છે. કારણ કે આ બેઠકમાં જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠક આવે છે અને તેમાં 7,51,252 મતદારો નોંધાયા હતા. ત્યારે આજે ચારેય લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવારો મોરબી આવશે અને રેલી યોજી ત્યાર બાદ સભા સંબોધશે.
મોરબીમાં આજે ચાર ઉમેદવારોની રેલી તથા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લો ચાર લોકસભા બેઠકોમાં વહેંચાયેલો છે. મોરબી જિલ્લો રાજકોટ લોકસભા, જામનગર લોકસભા, કચ્છ લોકસભા અને સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારોમાં વહેંચાયેલો છે. ત્યારે આજે તમામ ચારે બેઠકના ઉમેદવારો મોરબી આવશે અને રેલી તથા મહાસભા યોજશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રથમ ફકત પરસોતમ રૂપાલાની રેલી મહાસભા યોજવાની જાહેરાત હતી. જે બાદ હવે પરસોતમ રૂપાલા, પૂનમ માડમ, વિનોદ ચાવડા અને ચંદુભાઈ શિહોરા મોરબી પ્રચારમાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.