ચાલુ શિષ્ય વૃત્તિની પરીક્ષામાં ફરજ બજાવતા શિક્ષક પ્રહલાદસિંહ પર હીંચકારો હુમલો કરનાર અને શિક્ષકને શરમાવે તેવું કૃત્ય કરી હુમલો કરનાર રોહિત આદ્રોજા સામે શિક્ષક સંઘ કોની સેહ શરમ અનુભવે છે ? શિક્ષકને ન્યાય અપાવવામાં શિક્ષણ સંઘ નથી લેતો રસ
મોરબીમાં જ્ઞાનપથમાં ચાલુ શિષ્યવૃત્તિની પરીક્ષામાં ફરજ બજાવતા શિક્ષક પ્રહલાદસિંહ જાડેજાએ શિક્ષક સંઘના મહામંત્રી રોહિત આદ્રોજાને ચાલુ પરિક્ષાએ અંદર આવતા રોકતા શિક્ષક રોહિત આદ્રોજા ઉશ્કેરાઇ ગયો હતો અને ફરજ પરના શિક્ષક પર હુમલો કરી ઇજા પહોચાડી હતી જેના CCTV પણ સામે આવ્યા છે જેમાં શિક્ષકની નલાયકી જોઈ શકાય છે એક શિક્ષકને શરમાવે તેવું વર્તન કરનારા રોહિત આદ્રોજાને પોલીસ ફરીયાદ થતા જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા બરતરફ કરાયો હતો પરન્તુ રોહિત આદ્રોજા એ આ પછી પણ શિક્ષક એ પોતાના લખણ ઝળકાવવાના ચાલુ રાખ્યા હતાં અને ફરીયાદી શિક્ષક પ્રહલાદ સિંહને ધમકાવવાનું શરૂ કર્યું હતું જો કે આ મામલે ભોગબનનાર શિક્ષક પ્રહલાદ સિંહ દ્વારા શિક્ષક કમ લુખ્ખા એવા આરોપી રોહિત આદ્રોજા થી જીવનું જોખમ હોવાની ભીતિ વ્યક્ત કરી પોલીસ રક્ષણ માંગ્યું હતું.
તો બીજી બાજુ શિક્ષક સંઘના આગેવાન હોય શિક્ષક સંઘ પણ આરોપી રોહિત આદ્રોજાને જ સપોર્ટ કરતા હોવાની ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેનાએ આવેદનપત્ર પાઠવી શિક્ષણ સંઘનું કામ શિક્ષકને ન્યાય અપાવવાનું કામ કરે છે પરંતુ મોરબી શિક્ષક સંઘ દ્વારા તેના થી વિરુદ્ધ ની કાર્યવાહી કરી આરોપી રોહિત આદ્રોજાને છાવરવામાં આવી રહ્યો છે ત્યારે સંઘ હમેશા બધાની એકતાથી ઉભું થાય છે ત્યારે રાજપૂત સમાજ ના આગેવાન સાથે મોરબી મીરરે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં ફરીયાદી પ્રહલાદ સિંહ ને ન્યાય અપાવવામાં જો શિક્ષક સંઘ સમર્થ રહેશે અને જ્ઞાતિવાદ રાખી કોઈ ન્યાય નહિ આપાવે તો આગામી સમયમાં ફરીયાદી દ્વારા પણ કોર્ટમાં શિક્ષક સંઘ સામે ધા નાખવામાં આવશે અને આગેવાનો ને બદલવા સહિતની માંગ કરવામાં આવશે પરન્તુ શિક્ષક સંઘ ન્યાય અપાવે એ જરૂરી છે જો આવું નહિ કરવામાં આવે તો ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા કોર્ટ નો સહારો લઈ મોરબી શિક્ષક સંઘ પર સ્વતંત્રતા પર તરાપ મારવા સહિતની બંધારણ મુજબ કાર્યવાહી કરતા પીછે હઠ નહિ કરે હાલ આરોપી રોહિત આદ્રોજા પણ ફરિયાદીનના મિત્રો પાસે જઈ મારું શું કરી લીધું ? શિક્ષક સંઘ મારું છે ? તેમ કહી જોઈ લેવાની ધમકી કરતા હોવાનું ફરીયાદી પ્રહલાદસિંહ દ્વારા મોરબી મિરર સાથેની વાતચીતમાં જણાવ્યું છે ત્યારે આરોપી રોહિત આદ્રોજા શિક્ષક સંઘ ન્યાય ને તોલી કડક કાર્યવાહી કરે એ અનિવાર્ય છે.આ બાબતની રજુઆત ક્ષત્રિય રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા ને આવેદનપત્ર આપી લેખિત રજુઆત કરી છે