Wednesday, December 4, 2024
HomeGujaratસોલાર પમ્પ સહાય યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર અંગે અગરિયા હિત રક્ષક સંઘ...

સોલાર પમ્પ સહાય યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કરનાર અંગે અગરિયા હિત રક્ષક સંઘ દ્વારા મોરબી કલેક્ટરને રજુઆત દ્વારા સ્પષ્ટતા કરાઈ

અગરિયા માટે પારસમણીરૂપી સોલાર પમ્પ સહાય યોજનામાં ગેરરીતિનો આક્ષેપ કરી કાદવ ઉછાળનાર અંગે હળવદનાં રણ કાંઠામાં વંશપરંપરાગતથી મીઠાનું ઉત્પાદન કરતા અગરિયાઓ મોરબી જિલ્લા કલેકટરને રજુઆત કરી સ્પષ્ટતા કરી છે.

- Advertisement -
- Advertisement -

અગરિયા હિત રક્ષક સંઘના અગ્રણીઓએ જણાવ્યું કે, અમે વર્ષોથી ડીઝલ એન્જિનની મદદથી મીઠું બનાવવા માટે પાણી ખેંયતા હતા , જે અમને ખુબ જ મોંઘું પડતું હોવા છતાં ડીઝલ બાળવું પડતું હતું . ઉપરાંત ડીઝલ એન્જિન નું મેન્ટેનન્સ પણ ખુબ વધારે આવતું હોવાથી આટલા વર્ષો બાદ પણ અને આર્થિક રીતે સદ્ધર થઇ શક્યા ન હતા આથી વર્ષ 2017 માં ગુજરાત સરકાર દ્વારા અગરિયાના ઉથ્થાન અર્થ સોલાર પમ્પ સહાય યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેમાં સોલાર પમ્પની કુલ કિંમતના ૪૦ ટકા રકમ અગરિયાને સહાય રૂપે છેલ્લા 4 વર્ષ થી મળતી આવી રહી છે .

આ યોજનામાં સરકાર દ્વારા કોઇપણ સોલાર વિક્રેતાના નામ ફિકસ કરેલ નથી અગરિયાને જે સોલાર વિક્રતા સારી સિસ્ટમ અને સારી સર્વિસ આપી શકે તેની પાસેથી અગરિયા પોતે નક્કી કરી લઇ શકે છે . જેના લીધે ડીઝલના વપરાશમાં 50 ટકાનો ફાયદો પણ મેળવી અને સારી આર્થિક સ્થિતિમાં પહોંયી શક્યા છે . હાલમાં છેલ્લા થોડા સમયથી સમસ્ત અગરિયા સમુદાયના ઓઠા તળે ધ્રાંગધ્રા નો જીતેન્દ્ર રાઠોડ ઉર્ફે ભરત રાઠોડ પોતાના અંગત સ્વાર્થ માટે સરકારે અમલમાં મુકેલી સોલાર પમ્પ યોજનામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની પાયાવિહોણી રજુઆત કરી છે જે બાબતે અમારી સ્પષ્ટતા છે કે જીતેન્દ્ર ઉર્ફે ભરત રાઠોડ અગરિયા સમુદાય સાથે સંકળાયેલા નથી. અગરિયા માટે પારસમણીરૂપી સોલાર પમ્પ સહાય યોજનાનો વધુ માં વધુ અગરિયાઓ ફાયદો મેળવી શકે તેવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવે તે જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!