મોરબીના ઘુટું ગામે આવેલ રામકો વિલેજમાં યુવતીએ કોઈ કારણોસર એસિડ ગટગટાવી લેતા ટૂંકી સારવારમાં તેનું રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના ઘુટું ગામે રામકો વિલેજમાં રહેતા સોનલબેન વાલજીભાઇ ફાંગલીયા ઉવ.૧૮એ ગત તા.૦૭/૦૭ ના રોજ રાત્રીના ૧.૦૦વાગ્યાના અરસામાં પોતાના ઘરે કોઇ કારણસર એસીડ પી જતા પ્રથમ સારવાર મોરબી સરકારી હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિનર્જી હોસ્પીટલમાં લઇ જતા જ્યાં ગઈકાલ તા.૦૮/૦૭ ના ૦૧.૪૭વાગ્યે સારવાર દરમ્યાન સોનલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકાળે મૃત્યુની નોંધ દાખલ કરી તાલુકા પોલીસે આગળની વધુ તપાસ ચલાવી છે.