વાંકાનેર ના સરતાનપર રોડ પર ના સીરામીક એકમ માં બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળવાનો મામલે મોરબી પોલીસે એલસીબી એસઓજી ટેકનીકલ સેલ બીડીડીએસ એમ જુદી જુદી સાત ટિમો બનાવી 36 કલાકના તપાસના અંતે વાંકાનેર તાલુકા પોલીસે મધ્યપ્રદેશના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ સાઉથનું બેટિંગ રાજા મુવી જોઈને બૉમ્બ જેવી વસ્તુ બનાવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલા સેંટમેક્સ સીરામીકમાં બે દિવસ પૂર્વે બૉમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ કોઈ ઇસમ આપી ગયાની પોલીસને માહિતી મળી હતી જેને પગલે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને બીડીડીએસ સહિતની ટીમોએ તપાસ દરમ્યાન આ બૉમ્બ જેવી વસ્તુમાં ફક્ત સરકીટ અને તેની પાછળ બે બેટરી લગાવી હોવાનું બહાર આવ્યું હતું જેને બીડીડીએસ દ્વારા ડિસ્પોઝ કર્યો હતો બાદમાં ગુનો નોંધી વાંકાનેર તાલુકા પોલીસે સીસીટીવી હાથવગા કરી તપાસ હાથ ધરી હતી.
આ મામલે આજે મોરબી એસપી એસ આર ઓડેદરાએ પત્રકાર પરિષદ યોજી અને આ એક પરપ્રાંતીય શ્રમિક દ્વારા સુઆયોજીત રચેલું કાવતરૂ હોવાનું જણાવ્યું હતું જેમાં આ ષડયંત્ર રચનાર મધ્યપ્રદેશના ભોપાલના બેગમગંજ તાલુકાનો જીતેન બલરામસિંગ લોધી ઉ.વ.18 હોવાનું ખુલવા પામ્યુ હતું મોરબી એલસીબી, એસઓજી વાંકાનેર તાલુકા પોલીસની ટીમે આરોપીની ટેકનીકલ સેલની 35 કલાકની મહેનત બાદ જીઆઇડીસી વિસ્તારમાંથી ધરપકડ કરી છે અને તપાસમાં આરોપી જીતેન હજુ 18 વર્ષનો જ હોવાનું બહાર આવ્યું છે આરોપી યુવક કોઈ કામધંધો કરતો ન હોવાથી વતનમાં જવાના રૂપિયા નીંજરૂર હતી જેથી સાઉથના મુવીમાંથી જોઈને આરોપીએ એક ઇલેક્ટ્રોનિક ની દુકાનમાંથી બેટરી અને ટાઇમર ઘડિયાળ અને બીજી દુકાનમાંથી માર્કર કાગળ ખરીદી પોતાના હાથે રોલ કરી તેમાં રેતી ભરી તેના પર વાયર જોડી લાલ કલર થી કલર કરી અને તેના પર સીરામીકનું નામ સેટમેક્સ લખી કમ્પનીના સિક્યુરિટીને સોંપી તેના શેઠને આપવા કહ્યું હતું જો કે આ મામલે મોરબી પોલીસે જુદી જુદી ટિમો બનાવી અંતે વાંકાનેર તાલુકા પીએસઆઇ રામદેવસિંહ જાડેજાની ટીમે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી માં એસપી એસ આર ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાધિકા ભારાઈના સુપરવિઝન માં એલસીબી પીઆઈ વી બી જાડેજા, એસઓજી પીઆઈ જે એમ આલ,વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જડેજા સહિતની ટીમને સફળતા મળી છે જો કે આરોપીએ અન્ય કોઈ જગ્યાએ આવો કીમિયો અજમાવ્યો છે કે કેમ તેમજ અન્ય કોઈ આ ઇસમસાથે સંકળાયેલા છે કે કેમ એ અંગેની ઝીણવટ ભરી તપાસ વાંકાનેર તાલુકા પોલીસે હાથ ધરી છે.