Thursday, October 1, 2026
HomeGujaratહળવદના રણજીતગઢમાં સાયકલ ચલાવી જતી ૮ વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ઢળી...

હળવદના રણજીતગઢમાં સાયકલ ચલાવી જતી ૮ વર્ષની બાળકી અચાનક બેભાન થઈ ઢળી પડી, સારવાર મળે તે પહેલાં મોત

હળવદના રણજીતગઢ ગામે શાળાએથી સાયકલ ઉપર ઘરે જતી ૮ વર્ષની બાળકી અચાનક સાયકલ સહિત રસ્તામાં બેભાન થઈ પડી જતા તેણીને હળવદ સરકારી હોસ્પિટલમાં લઈ જતા જ્યાં હાજર તબીબે જોઈ તપાસી બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના રણજીતગઢ ગામે ગઈકાલ તા.૩૦ સપ્ટેમ્બરના રોજ બપોરે પ્રિયલબેન જયેશભાઈ સોનગ્રા ઉવ. ૮ પ્રાથમિક શાળામાંથી રિસેસ દરમિયાન સાયકલ પર ઘરે જમવા જતી હતી. તે દરમિયાન સુખદેવભાઈ હડીયલના ઘરની પાસે શેરીમાં અચાનક બેભાન થઈ સાયકલ સહિત નીચે પડી ગઈ હતી. જેથી બાળકીને તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ લઈ જતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પ્રિયલબેનને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે હળવદ પોલીસે અ.મોત નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!