વાંકાનેર-ચોટીલા હાઈવે પર કેરાળા પાટિયા પાસે રાજા પેટ્રોલપંપ નજીક ગટરમાં પડી જતાં આશરે ૨૫થી ૩૫ વર્ષના અજાણ્યા પુરુષનું મોત થયું હતું. ત્યારે વાંકાનેર સીટી પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.
વાંકાનેર-ચોટીલા હાઈવે પર કેરાળા ગામના પાટિયા પાસે રાજા પેટ્રોલપંપ આગળ ગઈકાલ તા.૩૦ સપ્ટેમ્બરના રોજ એક અજાણ્યો પુરુષ આશરે ૨૫થી ૩૫ વર્ષની ઉંમરનો ગટરમાં પડી ગયો હતો. ગટરમાં પડતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અ.મોત નોંધી મૃતકની ઓળખ સહિતની તપાસ હાથ ધરી છે.






