Monday, January 13, 2025
HomeGujaratમોરબીનાં નવા બસસ્ટેંડ સામે ખુંટીયો આડો ઉતરતા બાઈકને અકસ્માત નડ્યો : બાઈક...

મોરબીનાં નવા બસસ્ટેંડ સામે ખુંટીયો આડો ઉતરતા બાઈકને અકસ્માત નડ્યો : બાઈક સવાર કિશોરનું મોત

મોરબીમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં મોરબી શનાળા રોડ નવા બસસ્ટેંડ સામે પુરપાટ ઝડપે જતી બાઈકનાં આડે ખુંટીયો ઉતરતા બાઇકમાં પાછળ બેસેલ યુવકનું નિચે પડી જતા રોડ ઉપર આવેલ ફુટપારીના થાંભલા સાથે અથડાતા મોત નીપજ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીનાં નવા જાંબુડીયા શકિતપરા ખાતે રહેતા દીનેશભાઇ અવચરભાઇ સાલાણીનો દીકરો અજય આરોપી સાહીલ જાહીરભાઇ નારેજા (રહે.સર્કીટહાઉસ સામે મફતીયુપરૂ મોરબી-૨) સાથે આરોપીની જીજે.૩૬.એ.ઇ.૮૪૫૮ નંબરની હીરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ પર બેસી મોરબી નવા બસસ્ટેંડ થી ગાંધીચોક તરફ જતા રસ્તા ઉપર જતા હતા. ત્યારે આરોપીએ પોતાનું મોટરસાઇકલ બેદરકારી પુર્વક પુરપાટ ઝડપે ચલાવી રસ્તામા ખુંટીયો આડો ઉતરતા તેની સાથે અથડાવતા બાઇકમાં પાછળ બેસેલ ફરિયાદીનો દીકરો અજય નિચે પડી જતા રોડ ઉપર આવેલ ફુટપારીના થાંભલા સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરના ભાગે છોલછાલ જેવી ઇજા થતા મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!