Saturday, May 4, 2024
HomeGujaratમોરબીના પીપરવાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા :તસ્કરોએ રહેણાંક મકાનમાંથી રોકડા તેમજ ત્રણ મોબાઈલ...

મોરબીના પીપરવાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા :તસ્કરોએ રહેણાંક મકાનમાંથી રોકડા તેમજ ત્રણ મોબાઈલ ફોનની કરી ચોરી

મોરબીમાં પીપરવાડી વિસ્તારમાં ત્રાટકીને તસ્કરોએ પોલીસને રીતસર પડકાર ફેંક્યો હતો અને મકાન માલિકોની ઉંઘમાં ખલેલ પહોંચાડ્યા વગર રોકડ રૂ.૨૨,૦૦૦/- તથા ત્રણ મોબાઈલ ફોનની તસ્કરી કરીને ચોર પલાયન થઇ ગયા હતા. જે મામલે મકાન માલિકની ફરિયાદના આધારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના પીપરવાડી વિસ્તાર, સાનિધ્યપાર્ક-૧ મહેંદ્રનગર ખાતે રહેતા રવીભાઇ રામજીભાઇ સીણોજીયાનાં રહેણાક મકાનમા ગત તા.૧૩/૦૩/૨૦૨૩ ના રાત્રીના અગીરાયેક વાગ્યાથી તા.૧૪/૦૩/૨૦૨૩ ના સવારના સાતેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે મેઇન દરવાજાનો લોક ખોલીને મકાનમા આવેલ કબાટમા રાખેલ રોકડ રૂ.૨૨,૦૦૦/- તથા વીવો કંપનીનો મોબાઇલ VIVO Y83 કિંમત રૂ. ૫૦૦૦-, VIVO T1 5G, POCO M3 રૂ. ૫૦૦૦/- વાળો મોબાઇલ મળી કુલ રૂપીયા-૩૭,૦૦૦/- ની મતાની ચોરી કરતા સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!