શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિએ સાતમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું આ લગ્ન ઉત્સવમાં શેઠ પી જી પટેલ કોમર્સ કોલેજ મોરબી, શ્રી રામ યોગ કેન્દ્ર, ચિત્રા હનુમાન ધુન મંડળ, હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી જેવી સંસ્થાઓ સહયોગી બની હતી.
મોરબીના શકત શનાળા ખાતે આવેલ ઝાલા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી યોજાયેલ જેમાં ૭૬ નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલાં ભરેલ, આ પ્રસંગે મોરબી માળિયા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, મહંત ભાવેશ્વરી બેન (રામધન આશ્રમ મહેન્દ્રનગર) શ્રી બાબુભાઈ (સાઈ મંદિર રણછોડ નગર) ભક્ત શ્રી અનિરુદ્ધસિંહ ઝાલા (બટુક હનુમાન શકત શનાળા) શ્રી જમનાદાસ મોતીભાઈ હિરાણી (સેવામૂર્તિ રામને ભજીલ્યો મોરબી)તેમજ અન્ય સામાજિક આગેવાનો અને દાતાઓ એ પધારી નવ યુગલોને આશીર્વાદ આપેલ હતા.
લગ્નોત્સવમાં નામની નોંધણી કરાવનાર કન્યાના અકસ્માતમાં પિતા મૃત પામતા તે કન્યાને કરિયાવર ઘરે આપવામાં આવેલ
તમામ દીકરીઓને કરિયાવર પેટે સોનાની બુટ્ટી,બે નાકના દાણા, ચાંદીના સાંકડા, ચાંદીનો બ્રેસલેટ ચાંદીની વીંટી, ચાંદીની પગની માછલી, કબાટ,૨ સેટી, ૨ ગાદલા, ૨ઓશિકા, ટીપાઈ, ટ્રોલી બેગ, આઠ સાડી, ઇમિટેશન જ્વેલરી, ટુવાલ સેટ, ડ્રેસ, લેડીઝ સોલ, નેપકીન સેટ, બ્લેન્કેટ, ઓછા સેટ, ઈસ્ત્રી, ફોટો ફ્રેમ, ખુરશી, પ્લાસ્ટિક સેટ, મંગળસૂત્ર, લેડીઝ પર્સ, વોટર જગ, દિવાલ ઘડિયાળ, કપલ કાંડા ઘડિયાળ, કપ રકાબી સેટ, મુખવાસદાની, સહિત વાસણોમાં છ થાળી, છ વાટકા, છ ગ્લાસ, છ ચમચી, પાંચ નાસ્તા પ્લેટ, ચોરસ ડબ્બો એલ્યુમિનિયમ, તપેલી એલ્યુમિનિયમ, છીબુ, નળવાડી ટાંકી, ખમણી, ચારણી, વાસણની ખાટલી, ગુજારું, લોટો, કંડલા, મિલન, પ્રેશર કુકર, બે સ્ટીલનું બેડું, મામાં માટલી, ખાંડની દસ્તો, સ્ટીલના ડબ્બા પાંચ, મસાલીયું, જાકરિયો, તપેલી ત્રણ, પવાલી, સ્ટીલ જગ, સ્ટીલ ની કીટલી, સ્ટીલની બરણી, સ્ટીલની કાથરોટ, સ્ટીલ નો ત્રાસ, પાટલી વેલણ, ચમચો, ભાતી, તાવેથો, જારો, સાણસી, ચીપિયો, ડાળીઓ, ગરણી, સ્ટીલનું ટિફિન, ડોલ, કડાઈ, વેફર મશીન, કાસાની થાળી, ત્રાંબાની લોટી, પૂજા થાળી, પીતળના દીવડા સહિત બાજોટ ની જોડી સાથે રૂપિયા 1,001 રોકડ આપવામાં આવેલ હતા તમામ યુગલોને લગ્ન પ્રમાણત્ર સાથે ગુજરાત સરકારશ્રી ની સાતફેરા સમૂહ લગ્ન અને કુંવરબાઇ મામેરામાં ૨૨૦૦૦ રૂપિયા માટે તમામ ના ફોર્મ ભરવામાં આવ્યા હતા.
આ સમૂહ લગ્ન સફળતા પૂર્વક પૂર્ણ થતાં શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિના દેવકરભાઇ આદ્રોજા અને ચંદ્રકાંતભાઈ દફતરી અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ડોક્ટર પરેશ પારીઆ દ્વારા સ્થળ દાતા, કરિયાવર દાતા, રોકડ દાતાઓ, સહિત સ્વયંસેવકો, યુગલોના પરિવારજનો તેમજ સહયોગી સંસ્થાઓનો આભાર માનેલ હતો તેમજ ૧૦ કન્યાઓને કરિયાવર માં સિલાય મશીન અપાયા હતા અને ૩વર્ષની ઉંમરે માતા પિતાની છત્ર છાયા ગુમાવ્યા બાદ ગોંડલ વિકાસ વિદ્યાલયમાં મોટી થયેલ કન્યાના લગ્ન આ સમૂહ લગ્નમાં થયા હતા.