ગૌમાતા રાખવા માટે ફરજિયાત લાયસન્સ માટેના બિલ – કાયદાના વિરોધ રાજ્યના ખૂણે ખૂણે વિરોધ થઈ રહ્યો છે ત્યારે હળવદમાં ગુજરાત માલધારી મહાપંચાયત આંદોલન સમિતિ દ્વારા મામલતદારને રજુઆત કરી
રજુઆતમાં જણાવ્યા અનુસાર તા ૩૧/૦૩/૨૨ ના રોજ વિધાનસભા સત્રમાં સરકાર દ્વારા રખડતા ઢોરને નિયંત્રણમાં લેવા તથા શહેરી વિસ્તારમાં પશુ રાખવા માટે ફરજીયાત લાયસન્સ લેવા અને પકડાયેલા પશુના માલિકને દંડ તથા સજાની જોગવાઈ સંદર્ભે બિલ પસાર કરવામા આવ્યુ છે . આ કાયદાકીય બિલથી સમગ્ર પશુપાલક વર્ગ અને માલધારી સમાજ ઉગ્ર વિરોધ ફેલાયો છે. કોરોનાના કપરાકાળ દરમિયાન સેવાકીય પ્રવૃતિઓ અને સમાજની અતિ મહત્વની પ્રાથમિક જરુરિયાત એવા દૂધમા ભાવ વધારો કર્યા વગર રાતદિન એક કરીને સમાજને દૂધ પહોંચાડ્યું છે. ગુજરાત શ્વેત ફાંતિમાં જે કાંઈ હરણફાળ ભરી રહ્યું છે તેનો પાયાનો પણ આ પશુપાલક અને માલધારી સમાજ જ છે સરકારે ભૂલવું ના જોઈએ.આથી તાજેતર મા વિધાનસભામાં સરકાર દ્વારા પશુ – માલધારી વિરોધી જે બિલ પસાર થયેલ છે તે તાત્કાલીક પરત ખેંચવામાં આવે અને કોર્પોરેશન દ્વારા પકડાયેલ ઢોરોને મુકત કરવા ડબ્બાદંડ અને ખોરાકીના દરમાં ઘટાડો કરવો, અગાઉની માફક શહેરની બહાર માલધરી વસાહતો બનાવી તેમાં ગાયો રાખવાના વાડાઓ તેમજ પશુદાવાખના ખાણદાણની દુકાન , દૂધમંડળી તેમજ માલધારીઓના બાળકો માટેની સ્કુલો , દાવાખાનાઓ સહિતની જરૂરી સુવિધાઓ આપવા અને દબાણ દૂર કરાવવા અંતમાં માંગ ઉઠાવાઈ હતી.