Saturday, October 5, 2024
HomeGujaratહળવદના સુખપર ગામે જમીનમાં પેશકદમી મામલે મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી

હળવદના સુખપર ગામે જમીનમાં પેશકદમી મામલે મામલતદારને આવેદન પાઠવી રજુઆત કરવામાં આવી

હળવદ તાલુકાના સુખપર ગામના રહેવાસી જયંતીભાઈ કાનાભાઈ લોદારીયાએ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદન પાઠવીને તેની જમીનમાં પેશકદમી મામલે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે સુખપર ગામના સરકારી સર્વે નં. ૩૫૨ પૈકીની જમીન પર પેશકદમી કેસ નં ૦૨/૨૦૨૦ ની નોટીસ તા. ૦૯-૦૪-૨૦૨૦, ૧૬-૦૬-૨૦૨૦ અને ૩૧-૧૨-૨૦૨૦ ના રોજ નોટીસ આપવામાં આવેલ તેની રજૂઆત કરનાર અરજદાર દલસુખભાઈ મહાદેવભાઈ પ્રજાપતિ (રહે શક્તિનગર) વાળા શખ્સ અને સરકાર તરફે સર્કલ ઓફિસર રેવન્યુ હળવદ દ્વારા યોગ્ય કાર્યવાહી કર્યા વિના મારા પર પેશકદમી કેસ નં. ૦૨/૨૦૨૦ કરવામાં આવેલ છે

- Advertisement -
- Advertisement -

તા. ૦૮-૦૩-૨૧ ના રોજ હુકમ કરવામાં આવેલ છે કે સુખપર ગામના સરકારી સર્વે નં ૩૫૨ પૈકીની આશરે હે. ૦૧-૬૬-૬૦ ચો મી ની ખરાબાની જમીન બિન અધિકૃત રીતે દબાણ કર્યા અંગે જંત્રી મુજબ દંડ રૂપિયા ૫૫૦૪ વસુલ કરવા તેમજ દબાણ દુર કરવા હુકમ કરવામાં આવેલ છે પરંતુ સર્વે ૩૫૨ ની જમીન રેવન્યુ રેકર્ડ મુજબ સુખપર ગામના ખોડાભાઈ મોતીભાઈ રબારીની ખેતી લાયક જમીન ધરાવે છે તો આપની કચેરી તરફથી આ જમીનને સરકારી ખરાબો દર્શાવી દંડ વસુલ કરવાનો હુકમ ક્યાં કારણોસર કરેલ છે.

ખોટા આરોપ મુકીને હેરાન પરેશાન કરાતા હોવાનું અરજદારે જણાવ્યું છે અને સુખપર ગામની ખેતીની જમીન પર ખોટું રેકર્ડ ઉભું કરી જમીન હડપ કરવાનું કાર્ય કરે છે તેમજ અગાઉ જમીન વિવાદ મામલે મોરબી એડીશનલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટ દ્વારા તેની તરફેણમાં હુકમ આવેલ હોવાનું જણાવી નકલ સાથે આપી હોવાનું જણાવ્યું હતું અને રજૂઆત ધ્યાને લઈને યોગ્ય કરવા માંગ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!