મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલા તુલસીપત્ર એ એપાર્ટમેન્ટના ધાબા ઉપર ૭૦ વર્ષીય વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મોરબીના રવાપર-ઘુનડા રોડ ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી તુલસીપત્ર એ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૧૦૩માં રહેતા હરીભાઇ વિરજીભાઇ દેત્રોજા ઉવ.૭૦ ગઈકાલ તા.૨૭/૦૫/૨૦૨૬ના રોજ એપાર્ટમેન્ટના આઠમા માળે ધાબા ઉપર પાણીના ટાંકાની સીડી સાથે પનીયુ બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ત્યારે તેઓને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.






