Sunday, December 29, 2024
HomeGujaratટંકારા નજીક ટ્રક હડફેટે રોડ ક્રોસ કરતા વૃદ્ધ ઇજાગ્રસ્ત

ટંકારા નજીક ટ્રક હડફેટે રોડ ક્રોસ કરતા વૃદ્ધ ઇજાગ્રસ્ત

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાની મઠવાળી શેરીમાં રહેતા અબુભાઇ અલારખાભાઇ માડકીયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૨૭ ડિસેમ્બરના સાંજના આશરે સવા પાંચેક વાગ્યે ટંકારાના ખીજડીયા ચોકડી પાસે પોતાની વાડીએ જવા માટે ધીમે ધીમે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે મોરબી તરફથી આવતો એક અશોક લેલન ટ્રક નંબર જીજે-૧૨-બીટી-૯૩૫૩ નાં ચાલકે પોતાનો ટ્રક પુરપાટ ઝડપે ચલાવી ફરી સાથે ભટકાડી અકસ્માત સર્જી પોતાનો ટ્રક લઇ નાસી ગયો હતો. ફરીયાદીને જમણા પગના પંજાથી આશરે છ એક ઇચ જેટલો ઉપર પગ કાપવો પડે તેવી ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવ અંગે વૃદ્ધે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!