Tuesday, September 17, 2024
HomeGujaratમોરબીનાં શોભેશ્વર રોડ પાસેથી એક ઈસમ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો

મોરબીનાં શોભેશ્વર રોડ પાસેથી એક ઈસમ વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂની બોટલો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા શોભેશ્વર રોડ,વૃધ્ધાશ્રમની સામે રોડ ઉપરથી એક ઈસમને વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી તેના વિરુધ્ધ પ્રોહિબિશન એકટ કલમ-૬૫-એ.એ,૧૧૬(બી),મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ગઈકાલે બાતમીનાં આધારે શોભેશ્વર રોડ,વૃધ્ધાશ્રમની સામે રોડ ઉપર રેઇડ કરવામાં આવી હતી. અને સ્થળ પરથી જગદીશભાઈ ઉર્ફે જીગો રમેશભાઈ પાટડીયા (રહે.મોરબી-૨,કુબેર ટોકીઝ પાછળ,ધાર ઉપર.મેઈન શેરી) નામના શખ્સને વિદેશી દારૂની ગ્રીન લેબલ ધ રીચ બ્લેડ વ્હીસ્કીની ૨ એક્ષપોર્ટ સ્પેશયલ બોટલનાં રૂ.-૬૮૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!