Monday, May 20, 2024
HomeGujaratમોરબીનાં રણછોડનગરમાંથી જુગાર રમતા ત્રણ મહિલાઓ સહીત છ જુગારીઓ ઝડપાયા

મોરબીનાં રણછોડનગરમાંથી જુગાર રમતા ત્રણ મહિલાઓ સહીત છ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં જુગારીઓનો રાફડો ફાટ્યો હોય તમ રોજ જુગાર રમતા ઈસમો ઝડપાઇ રહ્યા છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ દ્વારા નવલખી રોડ રણછોડનગરમાં જુગાર રમતા ત્રણ મહિલાઓ સહીત છ ઈસમોને પકડી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન તેઓને બાતમી મળી હતી કે, નવલખી રોડ રણછોડનગર શેરી નં.૨ કિસ્મત ચક્કી વાળી શેરીમાં અમુક ઈસમો જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીશનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પાર રેઈડ કરી જાહેરમાં જુગાર રમતા દિલીપભાઇ સોંડાભાઇ પાટડીયા, ગીતાબેન
રમેશભાઇ ધરજીયા, હંસાબેન માધુભાઇ ડાભી, પુજાબેન અનીલભાઇ ચૌહાણ, જયેશભાઇ માણેકભાઇ ત્રીવેદી તથા અજયસિંહ જીવણસિંહ ખીંચી નામના શખ્સોને પકડી પાડી તેમની પાસેથી રોકડા રૂપીયા-૨૭૭૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!