Saturday, April 27, 2024
HomeGujaratમોરબીના જાંબુડીયા ખાતેથી દારૂની બોટલો સાથે એક ઇસમ પકડાયો

મોરબીના જાંબુડીયા ખાતેથી દારૂની બોટલો સાથે એક ઇસમ પકડાયો

મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આરોપીના રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડી 30 બોટલ દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી લઇ તેની વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

જાંબુડિયા ખાતે આવેલ ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતો રજનીકાંત બાબુભાઇ ચૌહાણ નામનો ૨૭ વર્ષીય શખ્સ દારૂનો ગેરકાયદે વેપલો કરતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાતમીને પગલે મોરબી તાલુકા પોલીસે આરોપીના મકાનમાં રેઇડ પાડી હતી. આ રેઇડ દરમિયાન રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ ની રૂપિયા ૧૧,૨૫૦ ની કિંમતની ૩૦ બોટલ દારૂનો જથ્થો ઝડપાયો હતો.આરોપીએ વેચાણ અર્થે રાખેલ દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયાના નવાગામ નજીક બાવળની ઝાળીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

માળીયા મીયાણાં તાલુકાના નવાગામથી મેઘપર ગામ તરફ જવાના રસ્તે મચ્છુનદીના પટ્ટમાં બાવળની ઝાળીમાં ધમધમાતી દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી. માળીયા પોલીસે રેઇડ પાડી 400 લીટર દારુ બનાવવાનો ગરમ આથો અને ઠંડા આથાના 12 બેરેલ જેમાંથી રૃપિયા ૪૮૫૦૦ ની કિંમતનો ૨૪૦૦ લીટર આથો, ૨૫ લીટર દેશી દારૂ, સહિતના મુદામાલ સાથે આરોપી મહમદ હનીફ ઉર્ફે બાબો રાયબભાઇ જેડા (રહે.નવાગામ તા.માળીયા મી જી.મોરબી) ને ઝડપી લીધો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!