વાંકાનેર તાલુકાના રાતડીયા ગામે સોંડા ૬૦ વર્ષીય વૃદ્ધ કાનજીભાઇ મેર પોતાના મિત્ર ધુળાભાઇ લઘરાભાઇ ડાભીને ત્યાં છાસ બનાવવાનું વલોણું ચાલુ કરવા જતા તેઓને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. જેને કારણે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પાર હાજર ડોક્ટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. જેને કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.