મોરબી જિલ્લામાં અપમૃત્યુના આજે વધુ ત્રણ બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જેમાં વાહન અકસ્માતમાં વૃદ્ધ અને અને કેનાલમાં પડી જતા યુવાન સહિત ત્રણ વ્યક્તિ કાળનો કોળિયો બન્યાનું જાહેર થયું છે.
અપમૃત્યુના બનાવની જાણવા મળતી વિગત અનુસાર હળવદ તાલુકાના જોગડથી કિડી વચ્ચે આવેલ સુમેરા તળાવ પાસે રોડ પર બાઈક ચાલક બાજુભાઈ પુજાભાઈ ઝીઝુવાડીયા (ઉ.વ.૭૦ રહે.જુની જોગડ તા.હળવદ જી.મોરબી)એ પુર પાટ વેગે પોતાનું હિરો પેશન પ્રો બાઈક નં. GJ.13.LL.1713 લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી જેમાં જમીન પર પટકાતા બાઈક ચાલક બાજુભાઈ નામના વૃદ્ધને કપાળ મા
તથા મોઢે ગંભીર ઈજા પહોંચી હતી જે અકસ્માતમાં વૃદ્ધનું મોત નિપજતા પોલીસને જાણ કરાય હતી. પોલીસે અપમૃત્યુની નોંધ કરી કાર્યવાહી આગળ ધપાવી છે.
અપમૃત્યુના વધુ એક બનાવની વિગત મુજબ હળવદના શક્તિનગર વિસ્તારમાં આવેલ નકલંક ટાઉનશીપમાં રહેતા પ્રતાપભાઇ ઉર્ફે કાળુભાઇ ધમાભાઇ રબારી નામના ૨૩ વર્ષીય યુવાન કોયબા ગામના પાટીયા નજીક આવેલ પાણીની કેનાલમા કોઇપણ કારણોસર ડુબી ગયો હતો જેની જાણ થતા સ્થનિકો અને તંત્રની મદદથી તેને બહાર કાઢતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું જેને પગલે ડેડબોડી સરકારી હોસ્પિટલ હળવદ ખાતે આવતા પોલીસને જાણ કરાઈ હતી પોલીસે મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
વધુ એક કેસની વિગત અનુસાર મોરબી તાલુકાના કેરાળા(હરીપર) નજીક ખોખરા હનુમાનજી મંદીર પાસે રહેતા મૂળ યુપીના રાજેન્દ્ર યાદવ નામના ૪૨ વર્ષીય યુવાન મોરબીના પંચાસર ચોકડી નજીક સારંગપુર વાળા હનુમાનજી વાળી જગ્યા પાસે બાકડા ઉપરથી બેભાન હાલતમાં મળ્યા હતા જેની જાણ થતા તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ વાન મારફતે મોરબીની સરકારી હોસ્પિટલમા ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત્યુ થયું હોવાનું જણાવ્યું આથી આથી પોલીસે તપાસ હાથ ધરી મોત નું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.