મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લાનાં હળવદ તાલુકામાં આવેલ કીડી ગામે રહેતા ભુદરભાઇ પોપટભાઇ દલસાણીયા નામના ૬૨ વર્ષીય વૃધ્ધ ગત તા.૨૨/૦૯/૨૦૨૨ સાંજના કલાક પાંચ સાડા પાંચેક વાગ્યાના સમયે જુની કીડીના રોડ ઉપર જઈ રહ્યા હતા. તે સમયે સતાભાઇ વેલાભાઇ મુંધવા, વિપુલભાઇ સતાભાઇ મુંધવા અને મુડીબેન સતાભાઇ મુંધવા નામના ત્રણ અસામાજિક તત્વો દ્વારા વૃધ્ધને મોટર સાઇકલ પરથી નીચે પછાડી તેને ઢીકા પાટૃનો મુંઢમાર મારવામાં આવ્યો હતો. અને તેને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા વૃધ્ધે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.