Tuesday, May 7, 2024
HomeGujaratમોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ટ્રક ચાલકે આધેડ સાથે અકસ્માત સર્જી પગ કચડી નાખ્યો

મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં ટ્રક ચાલકે આધેડ સાથે અકસ્માત સર્જી પગ કચડી નાખ્યો

મોરબીનાં એક આધેડનો ગત તા.૨૦/૦૯/૨૦૨૨ ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં તેમને પગમાં ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના નવલખી રોડ પર આવેલ રણછોડનગર-૧ વિસ્તારમાં રહેતા પ્રવીણભાઇ ઓધવજીભાઇ દેત્રોજાનો ગત તા.૨૦/૦૯/૨૦૨૨ ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામા મોરબીનાં સરદારબાગની સામે પેટ્રોલપંપ વાળી શેરી, લાતીપ્લોટ-૧ ના નાકે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકનાં ચાલકે આધેડને હડફેટે લઈ જમણા પગ ઉપર ટાયર ફેરવી દીધું હતું. તેમજ ત્રાકનો ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!