પ્રાપ્ત વિગતો અનુસાર સવીતાબેન સોનાભાઇ ડાભીએ કારચાલક નં. જીજે-૩૪-એચ-૦૦૩૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૯ના રોજ સાંજના પાંચ સાડા પાંચેક વાગ્યાના સુમારે હળવદ-ધ્રાંગધ્રા રોડ પર જોગણી માતાજીના મંદીર સામે ફોરવ્હીલ કાર નં. જીજે-૩૪-એચ-૦૦૩૭ના ચાલકે કાર પુરઝડપે ચલાવી રોડની સાઇડમા બેઠેલ સવીતાબેન સોનાભાઇ ડાભી(ઉં.વ.૬૭)ના ડાબા પગના પંજા ઉપર આગળનું ડ્રાઇવર સાઇડનુ વ્હીલ ચડાવી દીધું હતું. આથી, વૃદ્ધાને ડાબા પગમા આગણીઓ તથા અંગુઠામાં ગંભીર તથા ફેકચર જેવી ગંભીર ઇજા થઇ હતી. હળવદ પોલીસે બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.