મોરબીનાં વધુ એક વેપારી સાથે ઓનલાઇન ફ્રોડ થયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં વેપારીએ જણાવ્યું હતું કે, કોઈ ભેજાબાજે તેમના કરન્ટ એકાઉન્ટ તથા સી.સી. એકાઉન્ટમાંથી રૂ.35 લાખની બરોબર ઉઠાંતરી કરી હતી. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ગામે ૩૦૩, શુભ પેલેસ ઉમીયાનગર સોસાયટી રવાપર રોડ ખાતે રહેતા આશિષભાઇ નરસિંહભાઇ સીતાપરા નામના વેપારીનુ એચ.ડી.એફ.સી.બેંક મોરબી બ્રાન્ચમાં વીકોન કંપનીના નામનુ કરન્ટ એકાઉન્ટ તથા સી.સી. એકાઉન્ટ હોય જે એકાઉન્ટમાંથી એકાઉન્ટ ધારક (૧) આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર- ૭૭૪૦૦૧૦૦૦૧૧૪ વાળાએ રૂપીયા ૧૫,૦૦,૦૦૦/- તથા (ર)આઇ.સી.આઇ.સી.આઇ. બેંક એકાઉન્ટ નંબર ૬૬૯૩૦૧૦૧૮૬૫૭ વાળાએ રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- તથા (૩) આઇ.ડી.એફ.સી. બેંક એકાઉન્ટ નંબર ૧૦૧૩૦૭૮૯૯૬૫ વાળાએ રૂપીયા ૧૦,૦૦,૦૦૦/- એમ કટકે કટકે ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી ફરીયાદીની જાણ બહાર કોઇપણ રીતે ઇલેકટ્રોનીક માધ્યમથી કે ફરીયાદીના નેટબેકીંગ પાસવર્ડનો ઉપયોગ કરી ફરીયાદી સાથે ગુન્હાહીત વિશ્વસાધાત કરી કુલ રૂપીયા ૩૫,૦૦,૦૦૦/- ઓનલાઇન ફ્રોડ કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.