Friday, January 3, 2025
HomeGujaratમોરબી જીલ્લા શૈક્ષિક મહાસંઘની ઓનલાઇન મીટીંગ યોજાઈ

મોરબી જીલ્લા શૈક્ષિક મહાસંઘની ઓનલાઇન મીટીંગ યોજાઈ

મોરબી જીલ્લા શૈક્ષિક મહાસંઘની ઓનલાઇન બેઠક ગૂગલ મીટ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લાના હોદેદારો સાથે તાલુકા યુનિટ મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા, ટંકારાના શિક્ષકો જોડાયા હતા. જેમાં આવનારા સમયમાં રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા યોજાનાર શિક્ષક સર્વેક્ષણ, સદસ્યતા, મહિલા વિંગ સશક્ત બને વગેરે મુદ્દાઓ ઉપર વિશદ ચર્ચા કરવામાં આવી હતી. તાલુકા યુનિટ દ્વારા શાળા દ્વારા મળેલી રજૂઆત સંદર્ભે સર્વેક્ષણ બાબતે શિક્ષકોની નારાજગીની વાત સાર્વત્રિક રીતે બહાર આવી હતી. સર્વેક્ષણ અન્ય કર્મચારીઓનું શા માટે નહિ ને માત્ર શિક્ષકોનું કેમ વગેરે મુદ્દાઓની જોર શોરથી ચર્ચા થઈ હતી. દરેક તાલુકાના અધ્યક્ષ મંત્રી, મહિલા સંવર્ગમાથી એક જ વાત કહેવામાં આવી હતી કે સર્વેક્ષણ રદ થવું જોઈએ.

- Advertisement -
- Advertisement -

જિલ્લા ટીમ દ્વારા મોહનજી, પ્રાંત ટીમ, સંભાગ દ્વારા ખુબ જ પ્રયત્નો થઇ રહ્યા છે કે આ સર્વેક્ષણનુ મુખ્ય કોન્સેપ્ટ કે સ્પષ્ટતા કરવામાં આવે એવી વાત મક્કમતાપૂર્વક રજૂ કરવામાં આવી હતી. જો નિર્ણય યોગ્ય રીતે નહિ આવે તો શિક્ષકો મા ભારે નારાજગી છે અને તેનું નિરાકરણ સત્વરે કરવામાં આવે એવો અભિગમ દર્શાવવામાં આવ્યો હતો! ટુંકમાં સમગ્ર બેઠકમાથી એક મંથન તારવવામાં આવ્યું કે મોરબી જીલ્લા શૈક્ષિક મહાસંઘ તમામ ન્યાયિક બાબતોમા જિલ્લા, તાલુકાના શિક્ષકોની સાથે છે અને સતત રાજ્ય ટીમ તથા રાષ્ટ્રીય ટીમના સંપર્કમાં છે. અને શિક્ષકોનું હિત નહિ જોખમાય તેવી મક્કમતાથી દ્રઢ નિશ્ચયી છે.

આ બેઠક દિનેશભાઈ વડસોલા, અધ્યક્ષ કિરણભાઈ કાચરોલા, મંત્રી પ્રદીપભાઈ કુવાડિયા, સિનિયર ઉપાધ્યક્ષ હરદેવભાઈ કાનગડ અને કિરીટભાઈ દેકાવડીયા, ઉપાધ્યક્ષ હિતેશભાઈ ગોપાણી, સંગઠન મંત્રી હિતેશભાઈ પાંચોટીયા, પ્રચાર મંત્રી તેમજ તાલુકાના અધ્યક્ષ મંત્રીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. દિનેશભાઈ વડસોલા અધ્યક્ષએ સર્વેક્ષણ બાબતે સંગઠન દ્વારા થતી કાર્યવાહીથી અવગત કર્યા હતાં. ગુગલ મીટીંગનું સમગ્ર સંચાલન હિતેશભાઈ ગોપાણીએ કર્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!