Monday, May 20, 2024
HomeGujaratસંસ્કૃતને જાણવા અને માનવાનો અવસર : મોરબીમાં સંસ્કૃત સંમેલનનું આયોજન

સંસ્કૃતને જાણવા અને માનવાનો અવસર : મોરબીમાં સંસ્કૃત સંમેલનનું આયોજન

સંસ્કૃતભાષાના વ્યાપને વિસ્તારવા માટે કાર્યરત સંસ્થા સંસ્કૃત ભારતી દ્વારા આગામી તા.31 માર્ચના રોજ મોરબી ખાતે સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. રાજ્યભરમાં સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે કાર્યરત સંસ્થા સંસ્કૃતભારતી દ્વારા ક્રમશ: લુપ્ત થઇ રહેલી સંસ્કૃત ભાષાનું મહત્વ અગાઉની જેમ પુન: સ્થાપિત કરવા સ્થાનિક સંસ્થાઓ અને ટ્રસ્ટોના સહયોગથી રાજયના અલગ-અલગ જિલ્લા મથકોમાં નિયત સમયાંતરે સંસ્કૃત સંમેલન યોજવામાં આવે છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-રાજકોટ હાઈવે પર શકત શનાળામાં પરફેકટ શો-રૂમની બાજુમાં આવેલ શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે આગામી તા. 31 માર્ચના રોજ સંસ્કૃત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃત ભારતી મોરબી જનપદ અને શ્રી સરસ્વતી શિશુમંદિર મોરબીના સંયુકત ઉપક્રમે તેમજ વિવિધ સંસ્થાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરે : ૩:૩૦ થી ૦૫:૦૦ વાગ્યા દરમિયાન સંસ્કૃત માટે ચિંતન (જનપદ ગોષ્ઠી) કાર્યક્રમ યોજાશે. જેમાં સંસ્કૃત પ્રાધ્યાપકો-શિક્ષકો, કોલેજ-શાળા સંચાલકો, તેમજ સંસ્કૃત અનુરાગીઓ આમંત્રિત છે. જયારે સાંજે : ૫:૩૦ થી ૭:૩૦ કલાકે સંસ્કૃત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ જોવાની ઈચ્છા ધરાવતા તમામ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આટલું જ નહિ કાર્યક્રમનાં ફાયદાની વિષે વાત કરવામાં આવે તો, આ કાર્યક્રમ થકી યુવાનોને દિવ્યભાષા સંસ્કૃતને જાણવા અને માણવાનો અવસર પ્રાપ્ત થશે. દેવભાષા એવી સંસ્કૃત ભાષામાં વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ નિહાળવાનો મોકો મળશે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સીટી, વેરાવળનો વિશેષ પરિચય થશે. તેમજ સંસ્કૃતની પ્રદર્શનીઓથી પરિપૂર્ણ પ્રસંગ, સાંસ્કૃતિક કાર્યક્રમથી રસપૂર્ણ સંમેલન, ગરબાને સંસ્કૃતમાં અનુભવવાનો અવસર, સંસ્કૃત ભાષામાં નાટક તેમજ સંસ્કૃતમાં સંવાદ, સંસ્કૃત અને સંસ્કૃતિના ગૌરવને વાચા આપતાં બૌધ્ધિક સત્રનો આસ્વાદ અને સંસ્કૃત અંતાક્ષરી જેવી વિવિધ કૃતિઓ જોવાનો અને માણવાનો અવસર મળશે. ત્યારે અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ જોવાની ઈચ્છા ધરાવતા તમામ લોકોને કાર્યક્રમમાં પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!