નશાબંધી અને આબકારી ખાતું-રાજકોટ આયોજિત નશાબંધી પ્રચાર કાર્યક્રમ અંતર્ગત વ્યસનમુક્તિ એ જ સાચું જીવન વિષય પર વક્તૃત્વ સ્પર્ધાની મોડેલ સ્કૂલ-મોટી બરાર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નશાબંધીથી નવજીવન, નશો એ જ નાશનું મૂળ છે અને વ્યસનમુક્તિ એ જ જીવનની સાચી શક્તિ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોડેલ સ્કૂલ-મોટીબરારના વિદ્યાર્થીઓએ વકતૃત્વ સ્પર્ધામાં ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે વંશિકા ખડોલા, દ્વિતીય નંબરે હિરાલી પરમાર અને ત્રીજા નંબરે આરાધના ચાવડા વિજેતા થય હતી. તમામ સ્પર્ધકોને નંબર પ્રાપ્ત કરવા બદલ અને સ્પર્ધામાં ભાગ લેવા બદલ ઇનામો આપવામાં આવેલ છે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એવી તમામ ઉપસ્થિત મહેમાનોએ શુભેચ્છાઓ આપી હતી. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા મોટી બરાર મોડેલ સ્કૂલના આચાર્ય ભરતભાઈ વિડજા અને તેમની શિક્ષકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી કાર્યક્રમમાં રાજકોટ નશાબંધી વિભાગના નિયામક એસ.એન.ચાનપુરા, પીએસઆઈ વિજયભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.