Thursday, December 26, 2024
HomeNewsMorbiમોરબીમાં નવલખી બાયપાસ પાસે બેકાબુ ટ્રક રોંગસાઈડમાં ધસી જઈ કન્ટેનર સાથે અથડાયો,ટ્રકચાલકનું...

મોરબીમાં નવલખી બાયપાસ પાસે બેકાબુ ટ્રક રોંગસાઈડમાં ધસી જઈ કન્ટેનર સાથે અથડાયો,ટ્રકચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું

મોરબીના નવલખી ફાટકથી વાવડી ચોકડી જવાના રસ્તે એક બેકાબુ ટ્રક રોંગસાઈડમાં ધસી જઈ કન્ટેનર સાથે અથડાયો હતો. ઘટનામાં કન્ટેનર ચાલક અને તેના ક્લીનરને ઇજા પહોંચી હતી. જ્યારે આરોપી ટ્રક ચાલકને પગમાં શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીના નવલખી બાયપાસ પાસે વાવડી ચોકડી તરફ જવાના રસ્તે ગુરુવારના રોજ જીજે ૪ એ.ટી.૭૭૧૨ નમ્બરનો ટ્રક અચાનક બેકાબુ બની ગયો હતો અને રોંગ સાઈડમાં ધસી જઈ સામે આવતા કન્ટેન્ટર નમ્બર જીજે 12 બી.એક્સ.૭૪૩૫ ને ધડાકાભેર અથડાયો હતો. આ ઘટનામાં ટ્રકચાલક અફઝલભાઈને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. જ્યારે કન્ટેનરચાલક મહિપાલ રાજારામ ચૌધરી (રહે રાજુવાણી ઘાણીગામ, જી. બાડેમર, રાજસ્થાન) અને તેના ક્લીનરને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે અકસ્માતના મોત અંગે ગુન્હાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!