લાઈટોના થાંભલાઓ ગુમ થતાં મોરબીની શાન સમાન મયુરપુલ-પાડાપુલ પર અંધકારપટની સ્થિતિ સર્જાઈ છે પુલ પર માત્ર ગણીને ૩-૪ લાઈટો ચાલુ અવસ્થામાં હોય છે અને અંધકારને પગલે નાગરિકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી ત્યારે મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને જીગ્નેશભાઈ પંડ્યા, ઝનકભાઈ રાજા, અશોકભાઈ ખરસરીયા દ્વારા ફરી વખત જીલ્લા કલેકટર અને પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી છે. રજૂઆત કરતાં તેઓએ જણાવ્યું છે કે મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦ થાંભલાઓ ગુમ થયા છે જે અંગે અનેક રજૂઆત કરી છે છતાં પાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરને કામ કરવામાં રસ નથી ? મોરબી શહેરની શાન સમાન પાડાપુલ અને મયુરપુલ પર અંધકાર જેવી સ્થિતિ જોવા મળે છે જેથી મોરબીના પાડાપુલ અને મયુરપુલ પરનો અંધકાર દુર કરી રોનક લાવવા નગરજનો માંગ કરી રહ્યા છે. ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરી તાત્કાલિક પગલા લેવા બાબતે મોરબીનાં સામાજિક કાર્યકરો દ્વારા રજુઆત કરવામાં આવી છે.