Thursday, April 25, 2024
HomeGujaratરાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલ નિતીનભાઇ બદાણીના સ્વજનોનો...

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલ નિતીનભાઇ બદાણીના સ્વજનોનો રોષ : આટલા રૂપિયા લ્યો છો તેની સામે સુવિધા તો સારી આપો

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઇસીયુમાં લાગેલી આગમાં જે પાંચ કોરોના દર્દીઓની જિંદગી ખતમ થઇ ગઇ તેમાં મોરબીના નિતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ.૬૧) નામના જૈન વણિક વૃધ્ધને ગયા રવિવારે અહિ દાખલ કરાયા હતાં. તેઓ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર અંકિતભાઇ બેંકમાં નોકરી કરે છે. પુત્ર અંકિતભાઇ અને બીજા સ્વજનોએ માહિતી આપતા કહ્યું હતું કે હજુ ગત રાતે નવ વાગ્યે તો પિતાજીએ પોતાની પાસેના મોબાઇલમાંથી વિડીયો કોલ કરી અમારી સાથે વાત કરી હતી. મારી સાથે તેમજ મામા, ફુવા, માસા અને તેમના મિત્ર વર્તુળને વિડીયો કોલ કરી પોતાને ખુબ સારુ છે એવી વાત કરી હતી અને મને કહ્યુ઼ હતું કે તું ઘણા દિવસથી સુતો નથી તો નિરાંતે સુઇ જા.મને કયાં ખબર હતી કે તેઓ મને સુવડાવ્યા બાદ અચાનક દૂર્ઘટનામાં દુનિયા છોડી જશે!…રાતે સવા ત્રણ આસપાસ મને એક ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હું ઉદય કોવિડમાથી બોલુ છું, તમારા પિતા દાઝી ગયા છે તેમ કહેતાં પહેલા તો હું હેબતાઇ ગયો હતો. પણ રોંગ નંબર હોવાનું કહી એ ભાઇને કહેલું કે મારા પપ્પા સાથે હજુ તો રાતે વાત થઇ.

- Advertisement -
- Advertisement -

સ્વજનોએ આક્રોશ કર્યો હતો કે અમે અત્યાર સુધીમાં દોઢ લાખની ફી ભરી હતી. લોકો ખાનગી હોસ્પિટલમાં સારી સુવિધા અને સુરક્ષાના કારણોસર આવતાં હોય છે. જો અહિ પણ આવુ થતું હોય તો આના કરતાં સિવિલ હોસ્પિટલ વધુ સારી. આ ઘટનામાં સંપુર્ણ તપાસની માંગણી સ્વજનોએ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!