Thursday, January 16, 2025
HomeGujaratમોરબી એસટી વિભાગના અધિકારીઓની મનમાનીથી કંટાળી કર્મચારીએ માંગી આત્મવિલોપનની મંજૂરી

મોરબી એસટી વિભાગના અધિકારીઓની મનમાનીથી કંટાળી કર્મચારીએ માંગી આત્મવિલોપનની મંજૂરી

એસ.ટી. વિભાગના પેધી ગયેલ અમુક અધીકારી દ્વારા સતાનો દૂરઉપયોગ કરી વિભાગના સ્થાનીક યુનીયન સાથે મિલાપણુ કરી લાંબા સમયથી માનસીક, શારીરીક ત્રાસ આપતા હોવાની રાવ સાથે કર્મચારીએ એસટી નિગમ સમક્ષ આત્મવિલોપનની મંજૂરીની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

વિભાગના જસદણ ડેપોમાં ફીકસ પગારના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા ઝાલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહે એસટી નિગમના મેનેજીંગ ડિરેક્ટરને લેખિત રજુઆત કરી જણાવ્યું કે કે મોરબી ડેપો મેનેજર દિલિપભાઇ શામળા તેમજ વિભાગીય નિયામક જે.બી. હલોત્રા તેમજ પરિવહન અધીકારી એન.એસ.પટેલ તેમજ મુખ્ય મહેકમ અધિકારી સહિતના સતાનો ગેરઉપયોગ કરીને તેમજ વિભાગના અમુક યુનીયનના હોદેદારો સાથે મીલાપણુ કરી ત્રાસ આપી રહ્યા છે. મીડિયા સમક્ષ મારા સત્ય નિવેદનને લઇને અધિકારીઓએ મારી ઉપર ગુન્હો ગણી અને પાંચ વખત સજા ફટકારી છે. જેમાં મોરબી ડેપો ખાતેથી ગોંડલ ડેપો ખાતે બદલી કરાયા બાદ ૧૦,૦૦૦ નો દંડ, નોકરી પરથી બરતરફ કરવામાં આવેલ. વધુમાં ૨૦,૦૦૦ નો દંડ કરી પૂનઃસ્થાપીત કરેલ અને જસદણ ખાતે વતનથી દૂર મુકેલ તેમજ પુનઃસ્થાપીત કર્યા પછી વિભાગીય નિયામક દ્વારા મારી સમક્ષ સાત સરતો રાખી મને બંધનમાં લઇ પોતે પોતાનું સ્વબચાઉ માટેથી મારી પાસે સાત શરતો લખાવી હોવાના પણ આક્ષેપ કરાયા છે વધુમાં આ મામલે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાં પણ વતનથી દૂર ફરજ સોંપાઈ છે જેથી પરિવારનું પુરતું ધ્યાન રહી શકે તેમ નથી. આમ મોરબી કેન્દ્ર ખાતેની બદલીની અરજી કરવામાં આવેલ છે પરંતુ અધિકારીઓએ મનમાની ચલાવી અરજીને કચરાપેટીમાં પધરાવી દીધી છે. તો આ બાબતે ન્યાય આપાવવા અથવા આત્મ વિલોપનની મંજૂરી આપવાની અંતમાં ઝાલા કુલદીપસિંહ મહેન્દ્રસિંહે એસટી નિગમના મેનેજીંગ ડિરેક્ટર સમક્ષ માંગ ઉઠાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!