Friday, April 19, 2024
HomeGujaratદુનિયાભરને સ્વાદની લિજ્જત આપતા અગરીયાઓની જિંદગી બેસ્વાદ :વાંચો વિશેષ એહવાલ મોરબી મિરર...

દુનિયાભરને સ્વાદની લિજ્જત આપતા અગરીયાઓની જિંદગી બેસ્વાદ :વાંચો વિશેષ એહવાલ મોરબી મિરર સાથે

મોરબી ના હળવદ તાલુકાના ટીકર અને અજીતગઢ વચ્ચે આવેલા કચ્છના નાના રણમાં પાંચ હજાર જેટલા અગરીયાઓ મજૂરી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે ધોમ ધખતા તાપમાં કાળી મજૂરી કરતા અગરિયાઓને યોગ્ય ભાવ મળતા નથી આ સિવાય અનેક અસુવિધાઓ અગરિયાઓને થાય છે ત્યારે મોરબી મિરરની ટીમે અગરિયાઓની વચ્ચે જઇને તેઓની સ્થિતિનો તાગ મેળવ્યો હતો જેમાં અગ્રીયાઓએ પોતાની પ્રાથમિક સુવિધાઓ માટે માંગ કરી અને યોગ્ય ભાવ મેળવવા તેમજ રણ સરોવર ન બનાવવા સરકાર પાસે વીંનતી કરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીનાં હળવદ તાલુકાના છેવાડાના ગામ ટીકર અજિતગઢ ખોડ સહિતના ગ્રામ્ય વિસ્તારો બાદ કચ્છનું નાનું રણ ચાલુ થાય છે ત્યારે મોરબી મિરર ની ટીમ કચ્છના નાના રણમાં પહોંચી હતી અને અગરિયાઓ ની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

આમ તો રણ સામન્ય લોકો માટે નિર્જન જગ્યા છે પણ આ રણમાં અનેક લોકો રોજી રોટી મેળવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે.કચ્છના નાના રણ તરીકે ઓળખાતા આ રણ ઘુડખર અભ્યારણ તરીકે વિશ્વમાં પણ લોક પ્રિય છે ત્યારે આ કચ્છના નાના રણમાં મીઠાની ખેતી કરવામાં આવે છે અગરિયાઓ મીઠું પકવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે આખા ભારત અને દુનિયામાં લોકોના સ્વાદમાં વધારો કરતા મીઠા ઉદ્યોગ હરણ ફાળ પ્રગતિ કરી રહ્યો છે આજે સ્વાદમાં બધા વિના ચાલે પણ મીઠા વિના ન ચાલે તેવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે આ મીઠું કઈ રીતે પકવવમાં આવે છે અને કેવી કાળી મજૂરી કરી પકવવમા આવે છે એ પણ જાણવું જરૂરી છે અગરિયાઓ પોતાના ઘર બાર છોડીને રણમાં જ રહે છે અને મીઠું પકવે છે પરંતુ આવી કાળી મજૂરી કરવા છતાં અગરિયાઓને મીઠાના ૨૦૦ રૂપિયા પ્રતિ ટન ભાવ મળે છે જ્યારે બજારમાં આ જ મીઠું ૫૦૦ રૂપિયા પ્રતિ ટન ના ભાવે વહેચાય છે.વેપારીઓ દ્વારા અગરિયાઓને યોગ્ય ભાવ નથી આપવામાં આવતો જેને લીધે અગરિયાઓ એ યોગ્ય ભાવ આપવા માંગ કરી છે આટલું જ નહિ ધોમધખતા તાપ વચ્ચે ઉનાળા ની બળ બળતી ૪૫ ડિગ્રી તાપમાનમાં કામ કરતા અગરિયાઓને નથી પીવાના પાણીની સુવિધા આપવામાં આવતી કે નથી કોઈ અન્ય સેફ્ટી ના સાધનો આપવામાં આવતા પંરતુ મજબૂરી કા નામ મહાત્મા ગાંધી એ જ યુક્તિ મુજબ અગરિયાઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે મીઠું પકવે છે અને આ મીઠું ભારત સહિત દુનિયા ભરમાં એકસપોર્ટ થાય છે.કચ્છ ના નાના રણમાં લગભગ પાંચ હજાર અગરિયાઓ દ્વારા મીઠું પકવવામાં આવે છે જેમાં અગરિયાઓને આખી જિંદગી મીઠું પકવવ્યા બાદ ચામડીના રોગ અને ગેંગ્રીન જેવા રોગ થાય છે ધોમ ધખતા તાપમાં મીઠું પકવતાં અગરિયાઓ માટે પીવાના પાણીની સુવિધાઓ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે સરકારી અનેક યોજનાનો છે પરંતુ એ ફકત કાગળ પર જ છે ત્યારે અગરિયાઓ દ્વારા a મામલે અનેક વખત હળવદ મામલતદાર તેમજ ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરેલી છે પરંતુ આજદિન સુધી કોઈ યોગ્ય ઉકેલ ન આવતા આ અગરિયાઓએ મોરબી મિરર પાસે ન્યાય માટે ગુહાર લગાવી હતી.

આ ઊપરાંત અગરિયાઓ જણાવ્યુ હતુ કે કચ્છના રણમાં રણ સરોવર બનાવવામાં આવે છે તેના પર રોક લગાવવામાં આવે કેમ કે કચ્છના નાના રણમાંજો રણ સરોવર બનાવવામાં આવે તો પાંચ હજાર અગ્રિયાઓની રોજી રોટી પર અસર થશે અને આ રણ સરોવરથી કોઈ પ્રકારનો ફાયદો શક્ય નથી આ રણ સરોવર થી એકઠું થયેલું પાણી ખારું થઈ જાય છે અને એ પાણી ના પીવા માટે કામ આવે કે ના ખેતિં માટે કામ આવે છે જો ખેતરોમાં આ પાણી પિયત તરીકે આપવામાં આવે તો ખેતીની જમીનમાં ખારાશ પેદા થાય છે જે લાંબા ગાળે નુકશાન કરે છે અને જમીન ખારાશ પકડી જાય છે ત્યારે બીજી બાજુ રણસરોવર બનતા અગરિયાઓ ની રોજી રોટી પણ છીનવાઈ જશે તો અગરિયાઓ શું કરશે એ મોટો પ્રશ્ન છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!