Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીની ખારીવાડી શાળામાં મંત્રીની ઉપસ્થિતમાં વાર્ષિકોત્સવ અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીની ખારીવાડી શાળામાં મંત્રીની ઉપસ્થિતમાં વાર્ષિકોત્સવ અને દાતાઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબીના કંડલા બાયપાસ પાસે વાવડી ચોકડી પાસે આવેલ ખારીવાડી શાળા કે જે આજથી છ માસ પહેલા માત્ર 22 બાવીસ વિદ્યાર્થીઓ હોવાના કારણે ધો.1 થી 5 ની જ શાળા રહી અને ધો.6 થી 8 બાજુની શાળામાં મર્જ થઈ હતી પણ ખારીવાડી વિસ્તારના વાલીઓએ વસંતભાઈ અને નવ રત્નો જેવા યુવા ટીમની જહેમતથી ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકારી શાળામાં પ્રવેશ અપાવી વિદ્યાર્થીઓની સંખ્યા 22 બાવીસમાંથી 222 બસો બાવીસ કરી દીધી અને વિદ્યાર્થીઓને ભાવેશભાઈ કંઝારીયા મહામંત્રી મોરબી શહેર ભાજપે દિપકભાઈ પરમારે સ્કૂલબેગ, બાવરાની વાડીના વાલીઓ તરફથી બુટ મોજા, દામજીભાઈ કંઝારીયા ખોડાભાઈ પરમાર અને માવજીભાઈ કંઝારીયા તરફથી શૈક્ષણિક કીટ અને કે.કે.પરમાર પ્રમુખ નગરપાલિકા અનિલભાઈ કંઝારીયા અને નાનજીભાઈ કંઝારીયા તરફથી આર્થિક યોગદાન પ્રાપ્ત થયેલ હતું.તમામ દાતાઓને બ્રિજેશભાઈ મેરજા પંચાયત મંત્રી, દુર્લભજીભાઈ દેથરીયા પ્રમુખ જિલ્લા ભાજપ,જ્યંતીભાઈ પડસુંબિયા ચેરમેન કારોબારી ચેરમેન જિલ્લા પંચાયત મોરબી પ્રવીણભાઈ સોનગ્રા ચેરમેન શિક્ષણ સમિતિ જિલ્લા પંચાયત મોરબી,જ્યૂભા જાડેજા, રણછોડભાઈ દલવાડી મહામંત્રી જિલ્લા ભાજપ – મોરબી કુસુમબેન પરમાર પ્રમુખ લાખાભાઈ જારીયા પ્રમુખ મોરબી શહેર ભાજપ અને જયરાજસિંહ જાડેજા ઉપ પ્રમુખ નગરપાલિકા મોરબી વગેરેની ઉપસ્થિતમાં સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનું ગ્રામજનોએ પરમરાગત રીતે રાસ લઈને કેડે તબલા બાંધીને તબલાંના તાલે અને ઢોલના નાદ સાથે અદકેરું સ્વાગત સન્માન કર્યું હતું. તમામ મહાનુભાવોએ દાતાઓએ બાળહિતમાં કરેલ પ્રવૃત્તિને બિરદાવી હતી. બ્રિજેશભાઈ મેરજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ વિસ્તારનું નામ ખારીવાડી છે પણ કામ મીઠીવાડી જેવું કર્યું છે, તેમજ મંત્રીએ સરકારની શિક્ષણની વિવિધ યોજનાઓ અને સરકારની વિકાસ વાટીકાની વાતો મૂકી હતી,સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા નવ રત્નો જેવી યુવા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.અને વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!