મોરબી જિલ્લામાં પોલીસ સ્ટાફ દ્વારા નંબર પ્લેટ વગર દોડતા વધુ 32 ટ્રક સહિતના વાહનો ડિટેઇન કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
નંબર પ્લેટ વગરના ભારે વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તમામ પોલીસ અધિકારીઓને તેમજ જિલ્લા ટ્રાફીક શાખાને સુચના આપેલ જે સુચના અન્વયે સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરવામાં આવેલ જેમાં નંબર પ્લેટ વગરના ડમ્પર/ટ્રક આઇશર ટ્રેકટર મળી 32 જેટલા વાહનોને ઝડપી લઈ તેની વિરૂધ્ધ એમ.વી.એકટ કલમ ૨૦૭ મુજબ ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી વધુમાં આગામી સમયમાં પણ સ્પેશ્યલ વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરી આવા વાહનો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે તેમ જણાવાયું હતું.