હળવદમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતે ચાર શખ્સો પર ઈસમોએ ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં મોટરસાઈકલ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલક મિત્રોએ કાર લઈ સ્થળ પર આવી યુવક અને તેના પરિવારજનો પર હુમલો કર્યો હતો. જેને લઈ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં હનુમાનજીના મંદીર પાસે, ખારીવાડી ખાતે રહેતો વિપુલભાઇ ધીરજભાઇ તારબુંદીયા નામનો યુવક પોતાની મોટરસાઇકલ લઈ હળવદ આંબેડકર સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની મોટરસાઇકલ સાથે આરોપી કીશન ઉર્ફે કાળુ બાબરીયાની એક્ટીવાનું એક્સીડન્ટ થતા કીશન ઉર્ફે કાળુએ ફરિયાદી સાથે ઝગડો કરી ભુંડી ગાળો આપી દરમ્યાન પાછળથી એક કાળા કલરની ફોર વ્હીલ ગાડીમાં ચાર ઇસમોએ આવી ઝગડો કરી માર મારવા લાગેલ અને ફરિયાદીના ભાઇ અનિલને માથાનાં ભાગે ડાબા કાન પાછળ આરોપી ભોડીએ પાઇપ મારેલ તેમજ ફરિયાદીના કાકા બળદેવભાઇને ડાબા હાથે કોણી ઉપર આરોપી ભુરાએ ધોકો મારેલ તેમજ બળદેવભાઇને માથાનાં પાછળનાં ભાગે આરોપી કીશન ઉર્ફે કાળુએ પાઇપ મારેલ તેમજ ફરિયાદીને આરોપી કીશનના કાકાના છોકરાએ હાથોથી મુંઢ માર મારેલ અને આરોપી ભાવેશ ઉર્ફે ભાવુભા ઠાકોરે છુટ્ટા પથ્થરાઓ મારી ફરિયાદી તથા સાહેદોને ઇજા કરી ભુડીં ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.