Sunday, January 12, 2025
HomeGujaratમોરબીમાં વધુ એક ઘરનાં તાળા તૂટ્યા:પરિવાર શાળાનાં કાર્યક્રમમાં ગયો અને પાછળથી તસ્કરો...

મોરબીમાં વધુ એક ઘરનાં તાળા તૂટ્યા:પરિવાર શાળાનાં કાર્યક્રમમાં ગયો અને પાછળથી તસ્કરો ત્રાટક્યા

મોરબીમાં ઘરફોડ ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં દિકરાના શાળાના વાર્ષીક કાર્યક્રમમાં પરિવાર ગયો હતું, જેથી ઘરમાં કોઈ ન હોવાથી તસ્કરોએ ઘરના તાળા તોડી ચોરી ને અંજામ આપ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં કમલાપાર્ક-૧ રૂષિકેશ સ્કુલ બાજુમાં સામાકાંઠે રહેતા રજનીકાંતભાઇ ત્રિભોવનભાઇ ભોરણીયા પોતાના પરીવાર સાથે ગત તા-૧૭/૧૨/૨૨ ના રોજ મોરબી નાલંદા સ્કુલમા પોતાના દીકરાના વાર્ષીક કાર્યક્રમ હોવાથી કાર્યક્રમમા હાજરી આપવા ગયેલ હોય તે દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમે પોતાના રહેણાક મકાનના મેઇન દરવાજામા સેંટ્રલ લોક તોડી મકાન અંદર પ્રવેશ કરી મકાનમા કબાટના ડ્રોવરમાં રાખેલ સોનાનું મંગળસુત્ર આશરે ૨.૫ તોલાનું તથા બ્રેસલેટ ૧.૫ તોલા તથા ૫ વીંટી ૨.૫ તોલાની મળી કુલ ૬.૫ તોલા સોનાના દાગીનાની આશરે રૂ.૧,૬૨,૫૦૦/- તથા રોકડા રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપીયા-૧,૮૭,૫૦૦/- ની રોકડ તથા સોનાનાદાગીનાની મતાની ચોરી ગયા હતા. જે બાદ રજનીકાંતભાઇ પરિવાર સાથે તા.૧૮/૧૨/૨૦૨૨ ના રોજ પરત ફરતા તેઓને જણાઈ આવેલ કે ઘરમાં ચોરી થઈ છે. જેને લઈ તેઓએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!