દીવાલ પડતા 12 લોકોના મોતમાં પણ પીઆઇ પાસે સંપૂર્ણ માહિતી ન હોવાથી રેન્જ આઈજીએ ઠપકો આપ્યો હતો : કાયદો અને વ્યવસ્થા સાચવવા માટે હળવદમાં સિનિયર પીઆઇ ની તાતી જરૂરિયાત : હત્યા મારામારી ખનીજ ચોરી જેવા ગુનાઓ સામાન્ય.
મોરબીમાં નવા એસપી આવ્યા બાદ હજુ કોઈ અધિકારીઓમાં ફેરફાર જોવા મળ્યો નથી પરંતુ અન્ય પોલીસમથકોને બાદ કરતાં હળવદ પોલીસ મથક હાલ રામ રાજ ચાલતું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે અને હળવદ આમ પણ સેન્સેટિવ વિસ્તાર અને બે જીલ્લાઓ અને નેશનલ હાઇવેને જોડતો મહત્વનું કેન્દ્ર બિંદુ છે ત્યારે હળવદ પંથકમાં એક પછી એક ચોરી, હત્યા ,દારૂ ,મારામારી જેવા બનાવો સામાન્ય બન્યા છે જેમાં ગત મોડી રાત્રીના હળવદના ઘણાદ ગામે વધુ એક હત્યાનો બનાવ બન્યો છે જેમાં હળવદના ધણાદ રાજુભાઇ નાગરભાઈ ઝિંઝરીયા ઉવ.25 નામના યુવાન ની કરપીણ હત્યા કરી આરોપીઓ નાસી છૂટ્યા છે ખેતરનું રખોપુ કરવા ગયેલા કોળી યુવાનને તીક્ષણ હથિયાર ન ઘા ઝીંજી
મોડી રાત્રીના હત્યા કરાયેલ હાલતમાં સવારે મૃતદેહ મળી આવ્યો છે તો બીજી બાજુ મૃતકના ભાઈએ કવાડિયા ગામના જ બે વ્યક્તિઓ પર શંકા વ્યક્ત કરી હતી હાલ હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે એ ઉપરાંત હળવદ પંથકમાં.
પોલીસની ધાક ઓસરી જતી જોવા મળી છે જેમાં હળવદ પીઆઇ કે જે માથુકિયા ખનિજના હપ્તા ઉઘરાવવમાં મસ્ત હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે ઉકલેછે હળવદ પંથક રેતીચોરીનું વર્ષોથી મોટું હબ માનવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી બનતા ગુનાઓને ધ્યાનમાં રાખી હળવદ પોલીસમાં સારા અને સિનિયર અધિકારીને હળવદ મુકવા હળવદવાસીઓએ માંગ કરી છે હળવદ આમ પણ સેન્સેટિવ ગણવામાં આવે છે ત્યારે અત્યારનાં પીઆઇ કે જે માથુકિયા ખૂબ જ ઓછો અનુભવ ધરાવે છે જેઓ વર્ષ 2019 ની બેચના પીઆઇ જેથી વહીવટી કામગીરીને લઈને પણ તેઓ ખૂબ જ ધીમી ગતિએ કામ કરતા હળવદની સૌથી મોટી દુર્ઘટના સમયે જોવા મળ્યું હતું જેમાં રેન્જ આઈજી સંદીપ સિંહ દ્વારા પણ કે જે માથુકિયાને આવડી મોટી ઘટના વિશે પૂછતા તેઓએ સંપૂર્ણ માહિતી ન હોવાનું જણાવી જાહેરમાં ઠપકો આપ્યો હતો ત્યારે આવડી મોટી ઘટનામાં પણ આટલા સિનિયર અધિકારીઓની હાજરીમાં જો કોઈ ગંભીરતા ન રાખતા હોય તો સામાન્ય બનાવમાં અને અધિકારીઓની ગેરહાજરીમાં કઈ રીતે કામ કરતા હશે એ સમજી શકાય ત્યારે હળવદને સારા કર્તવ્ય નિષ્ઠ અને અનુભવી પોલીસ અધિકારીની તાતી જરૂરિયાત હોવાનું હળવદના આગેવાનોએ પણ જણાવ્યું હતું.