Saturday, September 19, 2026
HomeGujaratમોરબીના નીચી માંડલમાં ૨૫ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબીના નીચી માંડલમાં ૨૫ વર્ષીય શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે સેગા ગ્રાનીટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા ૨૫ વર્ષીય શ્રમિકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

નીચી માંડલ ગામે સેગા ગ્રાનીટો સિરામિકની લેબર કોલોનીમાં રહેતા અમીતભાઈ રામસેવક ઉવ.૨૫એ ગઈકાલ તા.૧૮ સપ્ટેમ્બરની રાત્રે આશરે ૧૦ વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. તેમને મોરબી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!