હળવદ તાલુકાના દેવપુર (સુખપર) ગામે મજૂરી કામ અંગે પિતાએ ઠપકો આપ્યાનું મનમાં લાગી આવતા ૧૮ વર્ષીય યુવતીએ પોતાના રહેણાક મકાનના બાથરૂમમાં ગળેફાંસો ખાઈ લેતાં મોત તેનું નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
હળવદના દેવપુર (સુખપર) ગામે રહેતી દિવ્યાબેન ભરતભાઈ દેકાવાડીયા ઉવ.૧૮ વાળી પોતાના પિતાની ગાડી સાથે કારખાને મજુરી કામે જતા હોય જે કારખાનુ બદલાવી બીજા કારખાને મજુરી કરવાનુ ચાલુ કરેલ અને ત્યારે દિવ્યાબેનને જુના કારખાને મજુરી કરવી હોય જે વાત તેના પિતાને જણાવતા દિવ્યાબેનને પિતાએ ઠપકો આપી સમજાવતા તેણીને મનમા લાગી આવતા પોતાના રહેણાક મકાને બાથરૂમમા આવેલ હુક આથે પોતે પોતાની જાતે ગળેફાંસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.






