ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રના આજના અંતિમ દિવસે કરી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત
રાજ્યમાં હાલ અંબાજી, પાવાગઢ અને ગીરનાર ખાતે રોપ-વે સફળતાપૂર્વક કાર્યરત છે. યાત્રિકો-પ્રવાસીઓનાં અપ્રતિમ પ્રતિસાદને પગલે હવે રાજ્યમાં યાત્રાધામ ચોટિલા ખાતે પણ રોપ-વે સેવા શરૂ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત વિધાનસભાના હાલ ચાલી રહેલા અંદાજપત્ર સત્રના આજના અંતિમ દિવસે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું કે, રાજ્યમાં યાત્રાધામ ચોટિલા ખાતે આધુનિક રોપ-વે તૈયાર કરવમાં આવશે. આ નિર્ણયને પરિણામે હવે, ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા વરિષ્ઠ વડીલો, વૃદ્ધો, બાળકો કે જરૂરતમંદ યાત્રિકોને રોપ-વે દ્વારા ચોટિલા પર્વતની ટોચે માતાજીના દર્શને પહોચવામાં સરળતા રહેશે.