મોરબી ની જનતાને જીલ્લા પંચાયત દ્વારા કોરોનાની રસી મુકાવવા અપિલ કરતા જણાવ્યું છે કે હાલ કોરીનાની મહામારી સામેના જંગમાં વિજય મેળવવા કોરોનાની રસી મુકાવવી એ એક ખુબજ અગત્યનો ઉપાય છે , ત્યારે મોરબીની જીલ્લાનાં ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય અને કોરીનાની રસી લેવામાં બાકી હોય તે તમામ લોકો નજીકના રસીકરણ સેન્ટર ઉપર જઈને રસી મુકાવે અને કોરોના સામે રક્ષણ મેળવે, તમામ આરોગ્ય કેન્દ્રો અને માન્ય કરેલ ખાનગી હોસ્પિટલો માં કોરોના રસીકરણ આપવાની કામગીરી સતત ચાલુ જ છે,માટે મોરબી જીલ્લાનાં મુખ્ય આરોગ્ય અધીકારી ડો. ડી.વી.બાવરવા તથા જીલ્લા આર.સી.એચ. અધીકારી ડી, વિપુલ કારોલીયા મોરબી જીલ્લાનાં ૪૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોય અને કોરીનાની રસી લેવામાં બાકી હોય તે તમામ લોકોને કોરોના રસીકરણ કરાવવા અપીલ કરે છે.