મોરબી જીલ્લાનાં હળવદ પંથકમાં અગાઉ ગૌવંશ પર હુમલા કરવાનાં બનાવ અનુસંધાને જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ગૌવંશના હુમલાના આરોપીને પાસા કરવાની જીલ્લા મેજીસ્ટ્રેટને દરખાસ્ત કરવામાં આવી હતી. જે દરખાસ્ત ઉપર જીલ્લા મેજીસ્ટ્રેટે મંજૂરીની મહોર મારતા પોલીસે ગૌવંશ પરના હુમલાના બે આરોપીઓની પાસા હેઠળ ધરપકડ કરી હતી. જેમાં એક આરોપી રાજુભાઈ ભીમલાભાઈ નાયક(ઉ.વ.૨૬,રહે. ચીતરવાંટ તા.બોડેલી હાલ રહે. માથક ગામની સીમમાં તા.હળવદ) અને બીજા આરોપી બકાભાઈ રૂપાભાઈ નાયક(ઉ.વ.૩૫, રહે.અરાદ તા.હાલોલ હાલ રહે. માથક ગામની સીમમાં તા.હળવદ)વાળાની ધરપકડ કરી આવા કૃત્ય કરનારાઓમાં ધાક બેસે તે માટે બંને આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી સુરત અને અમદાવાદ જેલ ખાતે મોકલવા તજવીજ કરેલ છે.